ગરવી તાકાત થરાદ : થરાદમાં એલસીબી વાવ-થરાદની ટીમે મોટી કાર્યવાહી કરી પેટ્રોલિંગ દરમિયાન ખોટી નંબર પ્લેટ લગાવેલી એક ટોઇંગ ક્રેનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો પોલીસે કુલ ₹16.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબીની ટીમ મેઘપુરા ગામની સીમમાં પેટ્રોલિંગ કરી રહી તે સમયે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક ટોઇંગ ક્રેન શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી અને તેની તપાસ શરૂ કરવામાં આવી.

પોલીસે ક્રેનના ચાલક નવીન સુભાષ રઘબીરની પૂછપરછ કરતાં તેણે શરૂઆતમાં ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો જોકે, પોલીસની કડક પૂછપરછ બાદ તેણે ક્રેનમાં બનાવેલા ચોરખાનામાં વિદેશી દારૂ છુપાવ્યો હોવાની કબૂલાત કરી સ્થળ પર પ્રાથમિક તપાસ કર્યા બાદ વાહનને થરાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું પંચોની હાજરીમાં તપાસ કરતાં ક્રેનના ચોરખાનામાંથી ખાખી બોક્સ અને છૂટક બોટલો મળી આવી કુલ 1560 બોટલો મળી.
![]()
જેની કિંમત આશરે ₹9.81 લાખથી વધુ થાય દારૂના જથ્થા ઉપરાંત પોલીસે ₹7 લાખની કિંમતની ટોઇંગ ક્રેન એક મોબાઈલ ફોન અને ખોટી નંબર પ્લેટ સહિત કુલ ₹16.86 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો તપાસમાં સામે આવ્યું કે આ ક્રેન પર ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી આ કેસમાં હરિયાણાના અજય પહેલવાન નામના વ્યક્તિએ આ દારૂ અમદાવાદ મોકલવા માટે ક્રેન આપી હોવાનું પણ સામે આવ્યું પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.


