રણુજ પોલીસે પાટણ-ઊંઝા હાઈવે પરથી દારૂ ભરેલી એક કારને ઝડપી પાડી, કાર ચાલક ફરાર….

May 22, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ જિલ્લાના રણુજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે દારૂ ભરેલી એક નેક્ષોન કાર ઝડપી પાડી પોલીસની નાકાબંધી જોઈને કારનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો પોલીસે કાર અને દારૂ સહિત કુલ 8.21 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગમાં ત્યારે એલ.સી.બી. શાખા પાટણના વનરાજસિંહ રાણાજી અને સ્ટાફને ખાનગી બાતમી મળી બાતમી મુજબ, નેક્ષોન ગાડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂ ભરીને પાટણ-ઊંઝા હાઈવે પરથી નોરતા ગામ તરફ જઈ રહી.

આ બાતમીના આધારે રણુજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર. ગાડિયા અને પોલીસ સ્ટાફે સરસાવ ગામના પાદરે પંચો સાથે નાકાબંધી કરી નોરતા ગામે સફેદ કલરની નેક્ષોન ગાડીને ઉભી રાખવા ઈશારો કરતા ચાલકે ગાડી રણુજ ગામ તરફ ભગાવી પોલીસે પીછો કરતા સરસાવ ગામ પાસે પોલીસની આડાશ જોઈ ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઈ નાસી ગયો પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 1749 બોટલો અને ટીન મળી આવ્યા આ દારૂના જથ્થાની કુલ કિંમત 3,21,858 રૂપિયા આંકવામાં આવી.

Liquor Seized in Ranuj, Patan: Car & Rs 8.21 Lakh Material Confiscated

પોલીસ તપાસમાં વધુમાં ખુલ્યું કે, ગાડી પર લગાવાયેલ નંબર પ્લેટ GJ-01-WK-1829 ખોટી ગાડીના ચેસીસ નંબર MAT627163JLH37562ને એપ મારફતે ચેક કરતા તેનો અસલી રજીસ્ટ્રેશન નંબર GJ-18-BK-9799 હોવાનું જણાયું પોલીસે 5,00,000 રૂપિયાની કિંમતની નેક્ષોન ગાડી અને દારૂ મળી કુલ 8,21,858 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આ મામલે રણુજ પોલીસે પ્રોહીબિશન એક્ટ અને બી.એન.એસ.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0