હિંમતનગર એ ડિવિઝન પોલીસે મોતીપુરા નેશનલ હાઈવે પરથી લક્ઝરી બસમાંથી 1.21 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

May 22, 2026

ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર એ ડિવિઝન પોલીસે મોતીપુરા નેશનલ હાઈવે 48 પરથી કાર્યવાહી કરી છે. પોલીસે માતેશ્વરી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી 1.21 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો આ મામલે રાજસ્થાનના બે શખ્સોની ધરપકડ કરવામાં આવી પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાનથી શામળાજી થઈ અમદાવાદ તરફ જતી કેસરી રંગની ટ્રાવેલ્સ બસમાં બે ઈસમો આર્થિક લાભ મેળવવા માટે વિદેશી દારૂ લઈ જઈ રહ્યા આ દારૂ રાજસ્થાનના ડુંગરપુરથી માતેશ્વરી ટ્રાવેલ્સની બસની ડેકીમાં મૂકીને હિંમતનગર થઈ અમદાવાદ લઈ જવાઈ રહ્યો.

In Motipura area of Himatnagar, a complaint was registered against one  after a fight over a love affair | Gujarat News | Sandesh

બાતમીના આધારે સર્વેલન્સ ટીમે હિંમતનગર મોતીપુરા બ્રિજ પાસે નેશનલ હાઈવે-48 પર વોચ ગોઠવી બાતમીવાળી બસ આવતા તેને રોકાવી તપાસ કરવામાં આવી બસની ડેકીમાંથી 10 થેલામાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 131 બોટલો મળી આવી જેની કિંમત 1,21,920 રૂપિયા આંકવામાં આવી આરોપીઓની અંગઝડતી માંથી 1000 રૂપિયા રોકડા અને 8000 રૂપિયાના બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા.

Liquor Seized from Travels Bus in Himmatnagar; 1.21 Lakh Worth Recovered

પોલીસે કુલ 1,30,920 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો પકડાયેલા આરોપીઓમાં વિનોદભારતી શંકરભારતી ગોસ્વામી (ઉં.વ. 45, રહે. માંડવ, તા. સાગવાડા, જિ. ડુંગરપુર, રાજસ્થાન) અને સુરેશ જગન્નાથ પરમાર (ઉં.વ. 35, રહે. પીછૌલી ફળી,માંડવ,તા.સાગવાડા, જિ. ડુંગરપુર,રાજસ્થાન) નો સમાવેશ થાય પોલીસે બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0