ગરવી તાકાત અરવલ્લી : શામળાજી હાઇવે ઉપર અંબર હોટલ પાસે મેડીકલ ડિગ્રી વગર જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર બોગસ ડોકટરને એસઓજીએ ઝડપી પાડ્યો પોલીસે બોગસ તબીબ પાસેથી રૂ.2,928 ઉપરાંતનો મેડિકલ દવાઓનો જથ્થો અને મેડિકલ સાધનો કબ્જે કરી તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો અરવલ્લી એસ.પી મનોહરસિંહ એન.જાડેજાએ જિલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા.
બોગસ ડોક્ટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલી સૂચના ભાગરૂપે પોલીસ ઇન્સ્પેકટર પી.બી.ચૌધરી એસ.ઓ.જીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.સ્ટાફશામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં તે દરમ્યાન બાતમી મળી એસઓજી એ ગોવિંદભાઇ દેવાભાઇ કટારા રહે.અણસોલને કોઇપણ જાતની મેડીકલ ડિગ્રી કે સર્ટિફીકેટ વગર ડોકટર તરીકેનુ રૂપધારણ કરી.
બીમાર લોકોને તપાસી એલોપેથીક દવા તથા ઇન્જેક્શન આપી બીમાર લોકોના સ્વાસ્થ્ય સાથે બેદરકારી ભર્યું કૃત્ય કરી તેમજ ગેરકાયદે મેડીકલ પ્રેકટીસ કરી દવા તથા સાધનોથી બિમાર વ્યક્તિઓને પોતે ડોક્ટર નહિ હોવા છતાંયે તપાસ કરી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધન નો ઉપયોગ કરતો હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


