ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલા સ્પાના સંચાલક સામે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ…

May 16, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલા સ્વામી બુધ્ધા રીલેક્ષ સ્પાના સંચાલક ભરતકુમાર નટવરલાલ સાંખલા સામે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધવામાં આવી બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશનું પાલન ન થતા આ કાર્યવાહી કરવામાં આવી એસ.ઓ.જી. પાલનપુરની ટીમે પેટ્રોલીંગ દરમિયાન આ સ્પામાં નિયમોનો ભંગ થતો હોવાનું શોધી કાઢ્યું સંચાલક ભરતકુમાર નટવરલાલ સાંખલા સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ, પાલનપુર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

Disa's Lunpur village ignores RTI request, face-to-face fight injures  seven, face-to-face complaints registered at Disa police station

જાહેરનામા મુજબ સ્પા/મસાજ પાર્લર ચલાવવા માટે સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત વધુમાં, સંચાલકે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સ પાનકાર્ડ આધારકાર્ડ ચૂંટણીકાર્ડ સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના હોય તેમજ, સ્પામાં કામ કરતા કર્મચારીઓની સંપૂર્ણ વિગતો પણ પોલીસ સ્ટેશનને આપવી અનિવાર્ય એસ.ઓ.જી.ના આ.પો.કો. મુકેશકુમાર કાશીરામભાઈ અને આ.પો.કો. માવજીભાઈ સરતાનભાઈ આખોલ બીટ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા તે દરમિયાન તેમને આ સ્પામાં જાહેરનામાનો ભંગ થતો હોવાની માહિતી મળી.

સામાન્ય નાગરિકને વાહનચોરીની ફરિયાદ માટે ધક્કા ખાવા પડે છે નિવૃત પીઆઇ  મુકુલની કાર ચોરીની ફરિયાદ નોંઘવામાં ઉતાવળ | police file fir in hurry -  Gujarat Samachar

માહિતીના આધારે બે પંચોને સાથે રાખીને સ્પામાં તપાસ કરવામાં આવી તપાસ દરમિયાન, કાઉન્ટર પર હાજર સંચાલક ભરતકુમાર સાંખલાને સ્પા ચલાવવા અંગેનું પ્રમાણપત્ર અન્ય કોઈ જરૂરી કાગળો રજૂ કરવા જણાવતા તેઓ તે ઉપલબ્ધ ન હોવાનું જણાવ્યું સંચાલક ભરતકુમારે સ્પા ચલાવવા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા ન તેમજ સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો પણ સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી ન જાહેરનામાનું પાલન ન કરવા અંગે પૂછપરછ કરતા તેમણે સંતોષકારક જવાબ આપ્યો ન ડીસા રૂરલ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0