બનાસકાંઠા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ…

May 16, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ આ બેઠકમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા વિવિધ વિભાગોના પ્રશ્નો અને તેના અધિકારીઓના જવાબો પર ચર્ચા થઈ કલેકટર મિહિર પટેલે વિવિધ રજૂઆતો અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી કામની પ્રગતિનો અહેવાલ મેળવી સમીક્ષા કરી તેમણે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે સંબંધિત વિભાગો.

Banaskantha Collector Mihir Patel Orders Swift Issue Resolution | Gujarat  News

અને અધિકારીઓ સાથે સંકલન સાધી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી કલેકટરે જણાવ્યું કે, જિલ્લાના નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળે અને તમામ કાર્યો સમયસર પૂર્ણ થાય તે જરૂરી તેમણે પ્રજાના પ્રશ્નો તાકીદે ઉકેલવા અને વિકાસ કામો ઝડપથી પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચન પ્રિ-મોન્સુન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો સંબંધિત વિભાગોને ઝાડી-ઝાંખરા દૂર કરવા.

અને પાણી ભરાતા હોય તેવા સ્થળોએ પૂર્વ તૈયારીઓ કરવા જણાવાયું આ ઉપરાંત, પાણી પુરવઠા, વન વિભાગ, રોડ-રસ્તા અને તાલુકા કક્ષાએ મંજૂર થયેલા નવા એસ.ટી. બસ સ્ટેશનની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા પણ સૂચના અપાઈ આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી, પોલીસ વડા પ્રશાંત સુમ્બે અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0