ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિજ પોલીસે તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી આરોપી દિલીપભાઈ ઉર્ફે દીપક ઉર્ફે દીપુ દાઢી મનુભાઈ જેઠવાણીને અમદાવાદ ખાતેથી પકડવામાં આવ્યો નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS), જિલ્લા પોલીસ અધિક્ષક ડો. પાર્થરાજસિંહ ગોહિલ (IPS) તથા વિભાગીય પોલીસ અધિકારી એ.કે. પટેલના.
![]()
માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ખાસ કામગીરી હાથ ધરવામાં આવી આ કામગીરી દરમિયાન, પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. વાળાના નેતૃત્વ હેઠળની પોલીસ ટીમ પેટ્રોલિંગ અને વોચમાં તે સમયે એ.એસ.આઈ. મનીષકુમાર બલબદ્રસિંહ અને અ.હે.કો. રાજેશકુમાર ગફુલભાઈને બાતમી મળી કે તલોદ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન કેસમાં ફરાર આરોપી.

દિલીપભાઈ જેઠવાણી અમદાવાદમાં તેના હાલના નિવાસસ્થાને હાજર બાતમીના આધારે, પોલીસ ટીમે અમદાવાદ ખાતે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો તપાસમાં સામે આવ્યું કે આરોપી વિરુદ્ધ તલોદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો હતો અને તે છેલ્લા એક વર્ષથી ફરાર પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


