શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો….

May 11, 2026

ગરવી તાકાત શામળાજી : શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી ચંપલના બોક્સની આડમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ ફોન અને ચંપલના બોક્સ સહિત કુલ રૂ. 26.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. માલ અને પો.સ.ઇ. પી.ડી. ગોહિલ તેમના સ્ટાફ સાથે અણસોલ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરી રહ્યા તે દરમિયાન તેમને બાતમી મળી.

અરવલ્લી : શામળાજીમાં આશાસ્પદ યુવકની હત્યા, અજાણ્યા શખ્સોએ માર્યો હતો ઢોર  માર | - News18 Gujarati

કે, એક ટાટા કંપનીની બંધ બોડીની ટ્રકમાં ચંપલના બોક્સની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી અમદાવાદ તરફ જવામાં આવી રહ્યો આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી UP-65-KT-6473 નંબરની ટાટા કંપનીની ટ્રક આવતા તેને બેરિકેડ લગાવી રોકવામાં આવી ટ્રકના ચાલક કપિલ અરૂણચંદ રામસ્વરૂપ (ઉં.વ. 42, રહે. નસવારી, તા. ગોવિંદગઢ, જિ. અલવર, રાજસ્થાન)ને નીચે ઉતારી પૂછપરછ કરવામાં આવી પોલીસે ટ્રકમાં તપાસ કરતા ઉપર ચંપલના બોક્સ ભરેલા.

આ બોક્સ હટાવતા અંદરથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 204 પેટીઓ મળી આવી જેમાં 8616 બોટલ/ક્વાર્ટરનો સમાવેશ થાય આ દારૂની કિંમત રૂ. 15,62,880/- આંકવામાં આવી દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે 50 નંગ ચંપલના બોક્સ, એક મોબાઈલ ફોન અને UP-65-KT-6473 નંબરની ટ્રક પણ જપ્ત કરી આમ, કુલ રૂ. 26,17,880/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0