ગરવી તાકાત હિંમતનગર : સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના લીમડા ગામે સાત વર્ષ પહેલા ખેતરમાં પથ્થરો મૂકવા બાબતે થયેલા ઝઘડામાં ગળાના ભાગે અસ્ત્રો મારી ઈજા પહોંચાડવાના કેસમાં ઇડરની એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી આ ચુકાદો આપ્યો આ ઘટના વર્ષ 2019માં બની વિજયનગરના લીમડા ગામે દિનેશભાઈ પ્રતાપભાઈ પાંડવે પોતાના ખેતરમાં ખેડાણ માટે પથ્થરો મૂક્યા આ પથ્થરો આડા આવતા ગામના નીતિનભાઈ સુખાજી પાંડવે દિનેશભાઈને પૂછ્યું કે,

“તારા ખેતરમાં પથ્થર કેમ આડા મૂકેલા છે? મારે જીપ ક્યાંથી લઈ જવાની?” આ બાબતે નીતિનભાઈ ઉશ્કેરાઈ ગયા અને ગાળો બોલી ત્યારબાદ તેમણે પોતાની પાસેના અસ્ત્ર વડે દિનેશભાઈ પાંડવના ગળાના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરી ઈજાઓ પહોંચાડી આ અંગે દિનેશભાઈ પ્રતાપભાઈ પાંડવે ચિઠોડા પોલીસ સ્ટેશનમાં આરોપી નીતિનભાઈ સુખાજી પાંડવ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 307 હેઠળ ફરિયાદ નોંધાવી પોલીસે ચાર્જશીટ રજૂ કર્યા બાદ આ કેસ ઇડરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો.
![]()
શુક્રવારે કેસની સુનાવણી દરમિયાન એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર નિકેશ એન. બારોટે લેખિત અને મૌખિક પુરાવાઓ રજૂ કર્યા તેમણે સારવાર કરનાર તબીબના નિવેદન, FSL રિપોર્ટ અને ભોગ બનનારના એડિશનલ મેજિસ્ટ્રેટ સમક્ષના નિવેદન બાબતે ધારદાર દલીલો કરી નામદાર એડિશનલ સેશન્સ જજ એમ.વાય. રાધાનપુરવાલાએ આ દલીલોને ધ્યાને લઈ આરોપી નીતિન સુખાજી પાંડવને ભારતીય દંડ સંહિતાની કલમ 307 હેઠળના ગુનામાં તકસીરવાન ઠેરવી 5 વર્ષની સખત કેદ અને ₹5000નો દંડ ફટકાર્યો ઉપરાંત, જી.પી. એક્ટની કલમ 135 હેઠળના ગુનામાં 6 માસની સાદી કેદ અને ₹100નો દંડનો હુકમ કરવામાં આવ્યો.


