સાબરકાંઠા જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા ઓપરેશન મિલાપ અંતર્ગત પોલીસ દ્વારા સઘન ઝૂંબેશ ચલાવાઇ….

May 9, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે ઓપરેશન મિલાપ અંતર્ગત પોલીસ દ્વારા સઘન ઝૂંબેશ ચલાવાઇ રહી આ અભિયાન હેઠળ જાદર પોલીસે માનવીય સંવેદના અને ટેકનિકલ કુશળતાનો સમન્વય કરી ઘરેથી નીકળી ગયેલી એક દીકરીને ગણતરીના કલાકોમાં શોધીને પિતા સાથે મિલાપ કરાવ્યો ઇશ્વરભાઈ નાયકાએ જાદર પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરી.

Sabarkantha: Groom strips young man naked for love with a married woman | Gujarat News | Sandesh

કે તેમની દીકરી સુરેખાબેન કોઈને કહ્યા વગર ઘરેથી ક્યાંક જતી રહી આ બાબતને ગંભીરતાથી લઈ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.જે. પટેલના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા દીકરીને શોધવા માટે પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવી તપાસ દરમિયાન ટેકનિકલ લોકેશનના આધારે જાણવા મળ્યું હતું કે દીકરી પ્રાંતિજ ખાતે.

પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક પ્રાંતિજ પહોંચી અને સુરેખાબેનને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ આવી પૂછપરછમાં જાણવા મળ્યું કે પિતાએ કામકાજ બાબતે ઠપકો આપતાં તેને મનમાં લાગી આવવાથી ઘરેથી નીકળી ગઈ જાદર પોલીસે દીકરીનું યોગ્ય કાઉન્સેલિંગ કરી તેને તેના પિતાને સોંપી માત્ર ગણતરીના કલાકોમાં જ દીકરી પરત મળતાં પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો જાદર પોલીસે ગુમ દીકરીનું પુન: મિલન કરાવ્યું.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0