ગરવી તાકાત મહેસાણા : પોતાની ગાડી ચલાવવા આવતા યુવક ને ધંધાદારી રોકાણકારને શોધવાનું સામેથી કહ્યા બાદ મહેસાણાના સિનિયર સિટીઝનને 65 લાખ રૂપિયા ખોવાનો વારો આવ્યો નેશનલ ફેડરેશન ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટનું 2000 કરોડનું ટેન્ડર લાગ્યું હોવાનું કહીને 75 વર્ષના વૃદ્ધ પાસેથી ટુકડે ટુકડે 65 લાખ રૂપિયા પડાવી એક રૂપિયો પણ પરત નહીં આપી ઉલટાનું વિસનગરની ઓફિસ ખાતે રૂપિયા લેવા ગયેલા વૃદ્ધને મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો બી ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો પોલીસે છેતરપિંડી કરનાર બે શખ્સો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી.

મહેસાણાના આવેલી વીઆઈપી નગરમાં રહેતા નિવૃત્ત જીવન પસાર કરી રહેલા બાબુભાઈ પ્રભુદાસ પટેલ સાથે લાખો રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતનું એક મોટું ષડયંત્ર સામે આવ્યું આ ઘટનાની મૂળિયાં વર્ષ 2012માં નખાયા જ્યારે બાબુભાઈનો પરિચય તેમની ગાડી ચલાવવા માટે આવતા વિસનગર તાલુકાના કડા ગામના અનુપસિંહ વિક્રમસિંહ ચાવડા સાથે થયો બાબુભાઈએ રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરતા, અનુપસિંહે વર્ષ 2022માં તેમની મુલાકાત મૂળ બામણવા ગામના અને હાલ વિસનગરમાં રહેતા રાવલ મનીષકુમાર પ્રકાશભાઈ સાથે કરાવી.

મનીષ રાવલે બાબુભાઈને વિશ્વાસમાં લેવા માટે જણાવ્યું કે તેને નેશનલ ફેડરેશન ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટનું અંદાજે 2000 કરોડનું મોટું ટેન્ડર મળ્યું આ ધંધામાં ભાગીદાર બનાવવાના બહાને તેણે એક કરોડ રૂપિયાની માંગણી કરી અને વચન આપ્યું કે 45 દિવસમાં પ્રથમ ચેક આવશે બાબુભાઈએ તેના પર ભરોસો રાખીને ટુકડે-ટુકડે કુલ 65 લાખ રૂપિયા રોકડા અને બેંક ટ્રાન્સફર દ્વારા આપ્યા જ્યારે કામ શરૂ કરવા બાબતે પૂછવામાં આવ્યું ત્યારે મનીષે ખોટા પત્રો બતાવીને તેમને લાંબો સમય સુધી અંધારામાં રાખ્યા બાબુભાઈ પટેલે અનુપસિંહ ચાવડા અને મનીષ રાવલ વિરુદ્ધ મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી.


