ગરવી તાકાત મહેસાણા : ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ કડી તાલુકામાંથી ફરી એકવાર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો ચાર દિવસમાં આ બીજી ઘટના જેના કારણે મહેસાણા જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો SMCની ટીમે કડી નજીક નારે કોરોલા ફાર્મા કંપની પાસે દરોડો પાડી ₹35.70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને બે શખ્સોની ધરપકડ કરી પીઆઈ એમ.એસ. ત્રિવેદી અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી કે એક વાહનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પસાર થવાનો આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી.

તપાસ દરમિયાન એક શંકાસ્પદ વાહનને અટકાવી તલાશી લેતા, બુટલેગરોએ પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલા ભૂસાની આડમાં દારૂની બોટલો છુપાવી હોવાનું સામે આવ્યું આ કાર્યવાહીમાં પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ 7272 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી જેની કિંમત ₹25,46,520 આ ઉપરાંત, ₹10 લાખની કિંમતનું ટ્રાન્સપોર્ટ વાહન, બે મોબાઈલ ફોન, રોકડ રકમ અને ભૂસાની થેલીઓ પણ કબજે કરવામાં આવી કુલ મળીને ₹35,70,820નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો સ્થળ પરથી પોલીસે બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના દિનેશ છત્રાજી નટ (વાહનચાલક) અને ઈશ્વરભાઈ કપૂરજી કોળીની ધરપકડ કરી.
![]()
પૂછપરછમાં આ આંતરરાજ્ય નેટવર્કના તાર રાજસ્થાન સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું પોલીસે આ કેસમાં દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર સહિત રાજસ્થાનના મૂળસિંહ અને ભારતસિંહ ઉર્ફે બાકો ડાભી સહિત અન્ય 7 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા SMC દ્વારા આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હાલમાં પોલીસની અલગ-અલગ ટીમો બનાસકાંઠા અને રાજસ્થાનમાં વોન્ટેડ બુટલેગરોને ઝડપી પાડવા માટે તપાસ ચલાવી રહી આટલી મોટી માત્રામાં દારૂ ક્યાં મોકલવાનો હતો અને આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું તેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી.


