ગરવી તાકાત પાલનપુર : પાલનપુરના હરીપુરા પટણીવાસ વિસ્તારમાં એક યુવકને મોબાઈલના પૈસાની ઉઘરાણી માટે બોલાવી પથ્થર મારી તેની જમણી આંખ ફોડી નાંખ્યાની ગંભીર ઘટના સામે આવી યુવકની આંખને ગંભીર ઈજા પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો આ બનાવ અંગે તેની માતાએ બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી પાલનપુરની હરીપુરા વિસ્તારમાં રહેતી ગીતાબેન જયંતીભાઈ પટણી મજૂરી કરી જીવન ગુજારે.

તેમના દીકરા અર્જુનભાઈને મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે કિરણભાઈ નામનો વ્યક્તિ ઘરે બોલાવવા આવ્યો તે સમયે ઘરમાં ભજન કાર્યક્રમ ચાલતો હતો છતાં હમણાં આવી જઈએ કહી અર્જુનને સાથે લઈ ગયો આશરે એક કલાક બાદ સોનલબેનનો ફોન આવતા જાણ થઈ કે અર્જુનને આંખમાં ગંભીર ઈજા થઈ અને તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો પરિવારજનો હોસ્પિટલ પહોંચતા યુવકની જમણી આંખમાંથી લોહી નીકળતું.

જ્યાં ઈજાગ્રસ્ત અર્જુનના જણાવ્યા મુજબ કિરણભાઈ તેને બાળમંદિર પાછળ લઈ ગયા જ્યાં રાકેશભાઈએ પથ્થર મારી તેની આંખ પર હુમલો કર્યો જ્યારે કિરણભાઈએ તેને પકડી રાખ્યો હુમલા બાદ અર્જુન બેહોશ થઈ ગયો સિવિલના ડોક્ટરોએ પ્રાથમિક તપાસમાં જમણી આંખને ગંભીર નુકસાન થયાની માહિતી આપતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાતાં હાલમાં તેની આંખનું ઓપરેશન હાથ ધરાયું.


