ગરવી તાકાત પાટણ : પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) માં 2018 માં થયેલા કથિત MBBS ગુણ કૌભાંડમાં મહત્વની સફળતા મળી સુપ્રીમ કોર્ટે આગોતરા જામીન અરજી રદ કર્યા બાદ આરોપી ડોક્ટર કનુ ચૌધરીએ પોલીસ સમક્ષ શરણાગતિ સ્વીકારી પાટણ કોર્ટે ડોક્ટર ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આ કૌભાંડમાં MBBS ના વિદ્યાર્થીઓના ગુણ સુધારવા બાબતે ગેરરીતિ થઈ હોવાનો આરોપ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે 1 ઓગસ્ટ, 2019 ના રોજ પ્રથમવાર આ અંગે રજૂઆત કરી તપાસની માંગણી કરી આ મામલે કુલ ચાર અલગ-અલગ સમિતિઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.
![]()
પ્રથમ તપાસ સમિતિએ 23 માર્ચ, 2021 ના રોજ પોતાનો રિપોર્ટ સોંપી પુનઃમૂલ્યાંકનમાં ગેરરીતિ થઈ હોવાનું સ્પષ્ટ કર્યું ત્યારબાદ ગૃહ વિભાગના અગ્ર સચિવ પંકજ કુમાર અને સીઆઈડી ક્રાઈમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હાઈકોર્ટના કડક વલણ બાદ 17 માર્ચ, 2025ના રોજ પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કુલસચિવ રોહિત દેસાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસ ફરિયાદમાં ડોક્ટર કનુ ચૌધરી સહિત છ લોકો સામે નામજોગ ગુનો નોંધાયો પોતાની ધરપકડથી બચવા માટે કનુ ચૌધરીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી જે 8 ઓક્ટોબર, 2025 ના રોજ રદ થઈ ત્યારબાદ તેમણે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.
![]()
જોકે, સુપ્રીમ કોર્ટે પણ 16 એપ્રિલ, 2026 ના રોજ તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી અને બે સપ્તાહમાં સરન્ડર થવાનો આદેશ કર્યો કોર્ટના આદેશને પગલે 29 એપ્રિલ, 2026 ના રોજ ડોક્ટર કનુ ચૌધરી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાજર થયા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા પાટણ કોર્ટે 30 એપ્રિલ, 2026ના રોજ ડોક્ટર કનુ ચૌધરીના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા આ કૌભાંડમાં પૂર્વ કુલપતિ જે.જે. વોરા સહિત અન્યની સંડોવણી અંગે પણ તપાસ ચાલી રહી પોલીસ રિમાન્ડ દરમિયાન આ ગુણ કૌભાંડના મૂળ સુધી પહોંચવા અને અન્ય પુરાવા એકત્ર કરવા માટે તપાસ તેજ કરી રહી.


