ઇડર ના બડોલી  ગામે ગળનારા મુદ્દે તંત્રની ઉદાસીનતા સામે ઉગ્ર રોષ — પંચાયત સક્રિય, છતાં હાઇવે વિભાગ મૌન સ્થિતિ મા*

April 5, 2026
ગરવી તાકાત, ઇડર
તસ્વીર અહેવાલ, રાકેશ નાયક ઇડર


ઇડર ના બડોલી  ગામે ગળનારા મુદ્દે તંત્રની ઉદાસીનતા સામે ઉગ્ર રોષ — પંચાયત સક્રિય, છતાં હાઇવે વિભાગ મૌન સ્થિતિ મા


વોટર વર્કસ માં વાલ દૂષિત પાણી ભરવા અને વારંવાર ગટર લીકેજ થતાં સ્થાનિકો  ને પરેશાની ની સામનો કરવો પડી રહ્યો છે


છેલ્લા સાત આઠ મહિનાથી હાઇવે વિભાગ દ્વારા સમસ્યા ઠેલાઈ રહી છે અને કોઈ નિકાલ કરાયો નથી


સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામ નજીક ઇડર–ભિલોડા હાઇવે પર દૂધ ડેરી સામે તેમજ કુકડીયા પાટીયા પાસે આવેલા ગળનારા ચોકપ થઈ જતા ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. ગટર અને નાળિયાંનું ગંદુ પાણી બેક મારતા વિસ્તાર માં દુર્ગંધ  માળે છે અને ગંદકી ખદબદી રહી છે, જેના કારણે સ્થાનિકો નરક સમાન સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે.
આ મુદ્દે ગ્રામ પંચાયત દ્વારા જવાબદારીપૂર્વક વારંવાર લેખિત, મૌખિક અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હાઇવે આરએન્ડબી વિભાગની નિષ્ક્રિયતા સ્પષ્ટ રીતે સામે આવી રહી છે. પંચાયત સક્રિય હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ જ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાલ ગળનારા ચોકપ થવાને કારણે પાણીનો નિકાલ અટવાઈ ગયો છે અને આવનારા ચોમાસામાં પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. ખેતરોમાં જવા-આવવા માટે ખેડૂતોને મુશ્કેલી ઊભી થવાની સાથે ગટરનું પાણી રહેણાંક વિસ્તારોમાં ફેલાઈ રહ્યું છે. ખાસ કરીને વોટર વર્ક્સના વાલ્વ નજીક ગંદુ પાણી ભરાતા પીવાના પાણીમાં પ્રદૂષણ ફેલાવાની ગંભીર ભીતિ ઊભી થઈ છે, જે આરોગ્ય માટે મોટું જોખમ બની શકે છે.
સ્થાનિકો જણાવે છે કે, છેલ્લા છ-સાત મહિનાથી તેઓ આશા રાખી રહ્યા હતા કે હાઇવે પર ચાલતા ડામર પેવર કામ દરમિયાન ગળનારા સાફ કરી યોગ્ય નિકાલ વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ રોડનું કામ પૂર્ણ થઈ જતાં છતાં મૂળભૂત સમસ્યાને અવગણતા તંત્ર પ્રત્યે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
હાઇવે રોડ આરએન્ડબી વિભાગ હેઠળ આવતો હોવાથી પંચાયત સીધી કામગીરી કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાને કારણે તંત્ર પર આધાર રાખવો પડે છે, પરંતુ તંત્રની આ ઉદાસીનતા હવે અસહ્ય બની રહી છે. સ્થાનિકો સ્પષ્ટ કહી રહ્યા છે કે, જો તાત્કાલિક ગળનારા સાફ નહીં કરવામાં આવે અથવા નવા ભૂંગળા મૂકી યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે, તો ચોમાસામાં પરિસ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે.
રવિવારે સોસાયટીના ખેડૂતો અને ગામજનો એકત્ર થઈ તંત્ર સામે કડક વલણ અપનાવવાની ચર્ચા કરી હતી. સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન, કચેરીનો ઘેરાવ  કરી અને વધુ તીવ્ર વિરોધ  સાથે કાર્યક્રમો હાથ ધરવાની ચેતવણી આપવામાં આવી છે.
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0