ગરવી તાકાત પાટણ : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે ફી રેગ્યુલેટરી કમિટી FRCની પ્રથમ બેઠક યોજાઈ આ બેઠક યુનિવર્સિટી સંલગ્ન સ્વનિર્ભર કોલેજોમાં ફીનું યોગ્ય માળખું નક્કી કરવા માટે બોલાવવામાં આવી યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. કે.સી. પોરીયાએ જણાવ્યું કે, સ્વનિર્ભર કોલેજોની ફીનું ધોરણ નક્કી કરવા માટે FRCની રચના કરવામાં આવી પ્રથમ બેઠકમાં ફીના માળખામાં સુધારા-વધારા કરીને યોગ્ય માળખું નક્કી કરવા તેમજ આ અંગે કોલેજોના સૂચનો ધ્યાને લેવા બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી.
![]()
આ મહત્વપૂર્ણ બેઠકમાં FRCના સભ્યો તરીકે હાઈકોર્ટના નિવૃત્ત જજ, બેંક ઓફ બરોડાના નિવૃત્ત જનરલ મેનેજર, જીટીયુના નિવૃત્ત કુલપતિ, પ્રતિષ્ઠિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તેમજ યુનિવર્સિટીના કુલપતિ, કુલસચિવ અને પ્રોફેસરનો સમાવેશ થાય કોલેજો દ્વારા કયા પ્રકારની અને કેટલી ફી લેવામાં આવે તેમજ ફીના માળખામાં વધારો કરવાની રજૂઆતો અને માગણીઓને ધ્યાનમાં રાખીને આ બેઠકનું આયોજન કરાયું કોલેજોની વર્તમાન ફી, તેઓ કેટલી ફી ઈચ્છે.

તેના સૂચનો, વિગતો અને છેલ્લા ત્રણ વર્ષના ઓડિટેડ હિસાબો પણ મંગાવવામાં આવ્યા કમિટી કોલેજોના ટ્રસ્ટી મંડળોની રજૂઆતોને ધ્યાનમાં લઈને યોગ્ય વિચારણા કરશે અને નિર્ણય આપશે યોગ્ય ફી માળખું નક્કી થવાથી સારી કોલેજોનું અસ્તિત્વ જળવાઈ રહે અને અન્ય કોલેજો અંગેની માહિતી પણ મળી શકે યુનિવર્સિટી દ્વારા અન્ય કોલેજોના ફી સ્ટ્રક્ચર સ્ટેટમેન્ટ મેળવીને તેના પર પણ ચર્ચા થઈ આગામી શૈક્ષણિક વર્ષ પહેલા આ બાબતે યોગ્ય નિર્ણય લેવાશે.


