બનાસકાંઠા SOGએ ડીસા શહેરમાંથી શંકાસ્પદ ઘી અને એક કાર સહિત કુલ 5.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો…

March 28, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા SOGએ ડીસા શહેરમાંથી શંકાસ્પદ ઘી અને એક કાર સહિત કુલ 5.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો આ કાર્યવાહીમાં મિહીર માર્કેટીંગના માલિક પરેશ રતિલાલ ચોખાવાલાની ધરપકડ કરવામાં આવી પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી બજારમાં વેચાતા ભેળસેળયુક્ત અને નકલી પદાર્થોને પકડવા માટે આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું એસ.ઓ.જી. શાખા પાલનપુરના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ.પટણીના માર્ગદર્શન હેઠળ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.જે.સરવૈયા ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા.

તે દરમિયાન તેમને માહિતી મળી કે, ડીસાના રિસાલા બજારમાં આવેલી મિહીર માર્કેટીંગ નામની દુકાનના માલિક પરેશ ચોખાવાલા અખાધ્ય ઘીનું વેચાણ કરે આ માહિતીના આધારે, SOG ટીમે દુકાન પર તપાસ કરતા દુકાન આગળ ઉભેલી સફેદ કલરની ગાડીમાંથી ‘શ્રીમુખ પ્રીમિયમ કાઉ ઘી’ લખેલા આઠ બોક્સ મળી આવ્યા આ બોક્સમાં 1 લીટરના પીળા ઢાંકણાવાળા કુલ 120 ડબ્બા જેના પર ‘શ્રીમુખ ગાય કા શુદ્ધ ઘી’ લખેલું જ્યારે પરેશ ચોખાવાલાને આ પદાર્થ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન.

અને ઘીના બોક્સના બિલ પણ રજૂ કરી શક્યા ન એક બોક્સ ખોલીને તપાસ કરતા તેમાંથી ઘી જેવી સુગંધ આવતી શંકાસ્પદ ઘીના 120 ડબ્બાની કિંમત 72,000 રૂપિયા અને કારની કિંમત 5,00,000 રૂપિયા ગણી, કુલ 5,72,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કામગીરીમાં એસ.એમ.પટણી (પો.ઈન્સ., એસ.ઓ.જી.), જે.જે.સરવૈયા (પો.સબ.ઈન્સ., એસ.ઓ.જી.), ઈન્દ્રજીતસિંહ (એ.એસ.આઈ., એસ.ઓ.જી.) અને નટવરભાઈ (પો.કોન્સ., એસ.ઓ.જી.) સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0