વાવ-થરાદ SOGએ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મડાલ ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…

March 28, 2026

ગરવી તાકાત વાવ-થરાદ : વાવ-થરાદ SOG ટીમે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારના મડાલ ગામની સીમમાંથી પસાર થતા રાહ-જેતડા રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો ગાડીમાંથી કુલ 2249 બોટલ દારૂ મળી આવ્યો જેની કુલ કિંમત રૂ. 10,75,494/- આંકવામાં આવી વાવ-થરાદ જિલ્લા SOG શાખાનો પોલીસ સ્ટાફ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરી રહ્યો.

આ દરમિયાન રાફથી જેતડા તરફ જતા રસ્તા પર મડાલ ગામની સીમમાં રાડ તરફથી આવતા વાહનોનું ચેકિંગ ચાલી રહ્યું ચેકિંગ દરમિયાન એક ગાડી આવતા તેને રોકાવી તપાસ કરવામાં આવી ગાડીના પાછળના ભાગે બોડીના તળિયાના ભાગે કંપની દ્વારા લગાવેલી ચાદરની જગ્યાએ અલગથી પતરાની ચાદર નીચે એક ચોર ખાનું બનાવેલું આ ચોર ખાનાની સ્લાઈડર ખસેડીને જોતા તેમાંથી ગેરકાયદેસર દારૂ મળી આવ્યો.

Tharaad SOG Seizes 2249 Bottles Foreign Liquor Hidden in Car

આ ચોર ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરની કુલ 2249 બોટલો મળી આવી જેની કિંમત રૂ. 4,65,494/- થાય દારૂ અને ‘બડા દોસ્ત’ ગાડી સહિત કુલ રૂ. 10,75,494/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે ગાડી ચાલકને પકડી પાડી દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત કુલ ત્રણ ઈસમો વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0