ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગર સિવિલ નર્સિંગ સ્ટાફ ક્વાર્ટર્સમાં ત્રણ થી ચાર જેટલા ક્વાટર્સના તાળાં તૂટ્યા હોવાની ઘટના બની જેમાં બી બ્લોકમાં આવેલા 502 નંબરના ક્વાટર્સમાં રહેતા કોદીબેન માલાભાઈ રબારીના સોના ચાંદીના દાગીનાની પણ ચોરી થઈ તસ્કરો દરવાજાનો નકૂચો તોડી ઘરમાં ઘૂસ્યા અને તિજોરીનું તાળું તોડી.

તેમાં મૂકેલા સોના-ચાંદીના 1.79 લાખના દાગીનાની ચોરી કરી ગયા આ બનાવ અંગે કોદીબેને એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી આ તસ્કરોએ અન્ય ત્રણ જેટલા મકાનોનાં પણ તાળાં તોડી સામાન વેરવિખેર કરી નાખ્યો આ સમગ્ર ચોરી મામલે હવે સિવિલ પ્રશાસનની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા.

ક્વાટર્સ આગળ લગાવેલા સીસીટીવી કેમેરા તૂટેલી હાલતમાં જોવા મળ્યા તો અન્ય ક્ષતિઓ પણ જોવા મળી રહી ત્યારે હાલ ક્વાર્ટર સ્ટાફની માંગ કે સીસીટીવી કેમેરા પાછળના ભાગે આવેલી દીવાલ પર ચાલુ કરી ફેન્સિંગ પણ કરવામાં આવે અને પૂરતો સિક્યુરિટી સ્ટાફ પણ રાખવામાં આવે.


