ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ જિલ્લા કલેક્ટરે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી રીતે પેટ્રોલ પંપ પર લાઈનો ન કરવા અપીલ કરી કલેક્ટરે જણાવ્યું કે, જિલ્લાના કુલ 199 પેટ્રોલ પંપ પર 31 લાખ લીટરથી વધુ ઇંધણનો સ્ટોક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિનું સઘન મોનિટરિંગ કરવામાં આવી રહ્યું ઇંધણનો પુરવઠો જાળવી રાખવા માટે તમામ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠકો પણ યોજવામાં આવી કલેક્ટરે નોંધ્યું કે છેલ્લા 12 થી 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ સામાન્ય દિવસો કરતાં ત્રણ ગણો વધી ગયો.

આ બિનજરૂરી ઉપાડ ગભરાટ અને અફવાઓને કારણે થઈ રહ્યો જેના લીધે પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી તેમણે ફરીથી સ્પષ્ટતા કરી કે જિલ્લાના તમામ 199 પેટ્રોલ પંપ પર ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ કલેક્ટરે નાગરિકોને ગભરાટમાં આવીને બિનજરૂરી રીતે લાઈનોમાં ઊભા ન રહેવા વિનંતી કરી.


