સાબરકાંઠા LCBએ ઈડર અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો…

March 2, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા LCBએ ઈડર અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો બે અલગ-અલગ દરોડામાં કુલ 1100 બોટલ દારૂ અને બિયર સાથે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી પોલીસે કુલ ₹6.75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પ્રથમ ઘટનામાં, સાબરકાંઠા એલસીબીને રાજસ્થાન તરફથી આવી રહેલી બોલેરો ગાડી (નં. GJ-09-BN-0571) અંગે બાતમી મળી આ બાતમીના આધારે હિંમતનગર-વિજાપુર હાઈવે પરના દેરોલ ગામની સીમમાંથી પસાર થતી શંકાસ્પદ બોલેરોને LCBના PI ડી.સી.સાકરીયાની સૂચનાથી પીએસઆઈ એસ.જે.ચાવડા, આર.કે.જોષી અને સ્ટાફે રોકી.

વાહન ચેકિંગ દરમિયાન બોલેરોમાંથી આનંદ નારાયણભાઈ પંડવાળા (રહે. પાલપાદર,તા.બિંછીવાડા) મળી આવ્યો બોલેરોની તલાશી લેતા તેમાંથી ₹3,20,544 ની કિંમતની 26 પેટીમાં રાખેલી 1032 દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા પોલીસે દારૂ, બિયર અને બોલેરો ગાડી સહિત કુલ ₹6,21,044 નો મુદ્દામાલ જપ્ત કર્યો આ મામલે પકડાયેલા આનંદ પંડવાળા તેમજ ફરાર ઉદેપુરના ઈશ્વર રાજપુત અને અમદાવાદના કાલીગ્રામ વિસ્તારના અવધેષ ઉર્ફે રાજુ છારા વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી.

બીજી ઘટનામાં, ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાલોડા રોડ પર એક કોલેજ આગળ શંકાસ્પદ હાલતમાં થેલો લઈને ઉભેલા કેરાભાઈ કેવદાભાઈ રબારી (રહે. લાલોડા રોડ, ઈડર)ની LCBએ અટકાયત કરી તેની ઝડતી લેતા તેની પાસેથી ₹43,898 ની કિંમતની 77 દારૂની બોટલ મળી આવી પોલીસે દારૂ ઉપરાંત ₹11,000 ના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા આમ કુલ ₹54,898 નો મુદ્દામાલ કબજે લેવાયો આ કેસમાં કેરા રબારી અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હરીરામ ઉર્ફે હરીયો (રહે. લાલોડા, ઈડર)ને ઝડપી લેવામાં આવ્યા ફરાર યુવરાજ ઉર્ફે રાજુ (રહે. વડાલી) અને ખેરવાડાના કણબઈના રાજુ ખરાડી સહિત ત્રણ વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0