ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ગાંભોઈ પાસે LCB ટીમે બાતમીના આધારે નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો કેબલ વાયરના ડ્રમમાં છુપાવેલી 471 પેટી વિદેશી દારૂ મળી આવ્યો જેની કિંમત 68 લાખ રૂપિયાથી વધુ ટ્રક સહિત કુલ 88.82 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી LCB ટીમ ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી તે દરમિયાન PI ડી.સી. સાકરીયા અને અમરતભાઈને સંયુક્ત બાતમી મળી કે, RJ-37-GA-2751 નંબરની એક ટ્રકમાં કેબલ વાયરના રોલના ખાના બનાવી તેમાં વિદેશી દારૂનો જથ્થો ભરી શામળાજી તરફથી અમદાવાદ તરફ જઈ રહી.

આ બાતમીના આધારે શામળાજી-અમદાવાદ હાઈવે રોડ પર ગાંભોઈ નજીક નાકાબંધી કરવામાં આવી બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકવામાં આવી ટ્રકના ચાલકની પૂછપરછ કરતા તેણે ગાડીમાં કેબલના રોલ ભરેલા હોવાનું જણાવ્યું અને બિલ્ટી બતાવી ટ્રકની તપાસ કરતા કેબલના ત્રણ રોલ બોડી સાથે ફીટ કરેલા આ ત્રણેય રોલના ઉપરના ભાગે એલ એન્ડ કી બોલ્ટ લગાવેલા બોલ્ટ ખોલીને જોતા ઉપર ફીટ કરેલા લાકડાના પાટિયા પૈકી એક નાનો દરવાજો અલગ થઈ ગયો તેની નીચે કાળી પાઈપો ફીટ કરેલી જે લાકડાના દરવાજા જેટલી કાપેલી તેને ખોલીને જોતા અંદર પતરાનો ટુકડો મૂકેલો આ ટુકડો હટાવતા અંદરથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 471 પેટીઓ મળી આવી જેમાં કુલ 7272 બોટલ.

ઝડપાયેલા દારૂની કિંમત 68,77,020 રૂપિયા અને ટ્રક તથા અન્ય સરસામાન મળી કુલ 88,82,020 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો પોલીસે ટ્રક ચાલક પાંચારામ ખેતારામ પરભુરામ ગોદારા (જાટ), ઉ.વ. 30, રહે. હિન્દુઆનીયો કી ધાણી, રામદેવ મંદિર, (ચાડાર) તા. રામસર જી. બાડમેર (રાજસ્થાન)ની ધરપકડ કરી આ ઉપરાંત, દારૂ ભરી આપનાર મહેશ ચૌધરી, રહે. ઇસરોલ તા. ચૌટાન જી. બાડમેર (રાજસ્થાન), હાલ રહે. બાડમેર શહેર (જેનું પૂરું નામ સરનામું મળેલ નથી) સામે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી.


