પાટણના ટાંકવાડા વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો…

February 24, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પતિના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી મચ્છર મારવાની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો પતિના અન્ય સ્ત્રી સાથેના પ્રેમ સંબંધો અને તલાકની ધમકીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું આ મામલે પાટણ સીટી એ-ડિવિઝન પોલીસે આરોપી પતિ વિરુદ્ધ BNS ની કલમ 85 અને 351(2) મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી મૂળ અમદાવાદની યુવતીના લગ્ન 09 ફેબ્રુઆરી, 2023ના રોજ પાટણના ખાલીદ ખલીલભાઈ સૌદાગર સાથે થયા તેમને દોઢ વર્ષનો એક પુત્ર પણ લગ્નના થોડા સમય બાદ, છેલ્લા આઠ મહિનાથી એટલે કે 04 ઓગસ્ટ, 2025થી પતિ દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડો કરી પરિણીતાને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરવામાં આવ્યું.

પતિ અવારનવાર પત્નીને ઘરમાંથી કાઢી મૂકતો જેના કારણે પરિણીતા વારંવાર તેના મામાના ઘરે અથવા પિયર અમદાવાદ જતી રહેતી સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરાવી તેને પરત સાસરીમાં મોકલવામાં આવતી પરંતુ થોડા સમય બાદ પતિ ફરી ત્રાસ ગુજારતો છેલ્લા ચાર મહિનાથી પતિએ પત્ની અને બાળકને ઘરમાંથી કાઢી મૂક્યા પરિણીતાએ અનેકવાર પતિને ફોન કરી સાથે રાખવા વિનંતી કરી જોકે, પતિ ફોન ઉપાડતો ન અને ક્યારેક ફોન ઉપાડે તો સીધો જ જવાબ આપતો કે ‘તારે અહીં આવવાનું નથી, હું તલાકના કાગળો મોકલું છું તેના પર સહી કરી દેજે’. આ દરમિયાન પરિણીતાને જાણ થઈ હતી કે તેના પતિને છેલ્લા છ મહિનાથી અન્ય કોઈ સ્ત્રી સાથે પ્રેમ સંબંધ,

જેના કારણે તે પોતાની પત્નીને સાથે રાખવા માંગતો નથી. પરિણીતા ફરી એકવાર પાટણ ખાતે તેના સાસરીમાં ગઈ પરંતુ ત્યાં તેને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન પતિ અમદાવાદ ખાતે નોકરી કરતો હોઈ તેને ફોન કરતા તેણે ફરીથી સાથે રાખવાની ના પાડી દીધી આ સતત ઉપેક્ષા અને ત્રાસથી કંટાળીને પરિણીતાએ 06 ફેબ્રુઆરી, 2026ના રોજ સાંજના 5:00 વાગ્યાના અરસામાં તેના મામાના ઘરે મચ્છર મારવાની દવા પી લીધી ઝેરી અસર થતા તેને તાત્કાલિક પાટણની ગીતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી આ મામલે સારવાર બાદ પરિણીતાએ પાટણ સીટી એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0