ગરવી તાકાત મહેસાણા : મહેસાણાના બહુચરાજીમાં ભંગારના ગોડાઉનમાં થતી ચોરી બાબતે પૂછપરછ કરવા ગયેલા બે ભાઈ પર એક જ પરિવારના ત્રણ સભ્યે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી આ હુમલામાં એક યુવકને માથાના ભાગે ઈજાઓ પહોંચતા 8 જેટલા ટાંકા આવ્યા જ્યારે અન્ય એક ભાઈને કાતર વડે ઈજા પહોંચાડવામાં આવી પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બહુચરાજીના બેચરગામ વિસ્તારમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા દિનેશ મંગાભાઈ દેવીપૂજકનું હાસલપુર રોડ પર ગોડાઉન આવેલું.

છેલ્લા કેટલાક સમયથી તેમના ગોડાઉનમાંથી ચીજવસ્તુઓ ચોરાતી હોવાથી તેઓને મુકેશ કરશનભાઈ દેવીપૂજક પર શંકા આ બાબતે સ્પષ્ટતા કરવા માટે દિનેશ અને તેમનો ભાઈ મનુ કાલે સવારે 11 વાગ્યાના અરસામાં મેળાના મેદાન પાસે મુકેશ પાસે ગયા ચોરી બાબતે પૂછપરછ કરતા જ મુકેશ એકદમ ઉશ્કેરાઈ ગયો અને ગાળાગાળી શરૂ કરી વિવાદ વધતા મુકેશે લાકડી વડે દિનેશના માથામાં ફટકો મારી દેતા તે લોહીલુહાણ હાલતમાં નીચે પડી ગયો આ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા તેમના ભાઈ મનુ પર મુકેશના પિતા કરશનભાઈએ કાપડ કાપવાની કાતર વડે હુમલો.
![]()
ડાબા હાથે ઈજા પહોંચાડી મુકેશની માતાએ પણ આ ઝઘડામાં જોડાઈ બંને ભાઈને ગડદાપાટુનો માર માર્યો આસપાસના લોકો એકઠા થઈ જતાં હુમલાખોરો ‘જો બીજી વાર ચોરીનો આરોપ લગાવશો તો જાનથી મારી નાખીશું’ તેવી ધમકી આપી ફરાર થઈ ગયા ઈજાગ્રસ્ત દિનેશને તાત્કાલિક બહુચરાજી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો જ્યાં તેમના માથામાં આઠ ટાંકા આવ્યા ભોગ બનનાર દિનેશે આ મામલે મુકેશ, કરશન અને તેની માતા વિરુદ્ધ બહુચરાજી પોલીસ મથકે કાયદેસરની ફરિયાદ નોંધાવી.


