ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરમાં સોમનાથ રોડ પર આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરો આશરે 67,300 રૂપિયાની મતા ચોરી કરી પલાયન થઈ ગયા હોવાની ઘટના સામે આવી મૂળ મહેસાણાના અને હાલ સુરેન્દ્રનગર ખાતે સ્થાયી થયેલા પરિવારોના બંધ મકાનમાં આ ચોરીની ઘટના બની જે અંગે મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી.

ફરિયાદી અરુણાબેન ગિરીશભાઈ પરમાર સુરેન્દ્રનગર ખાતે રહે અને તેમનું મહેસાણા સ્થિત મકાન મોટાભાગે બંધ રહે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા ચોર ઇસમોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો રાત્રે ફરિયાદીના ભત્રીજાએ મકાનની લાઈટો ચાલુ જોતા શંકા ગઈ તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં મળી આવ્યો.

તસ્કરોએ ઘરમાં રાખેલી તાંબાની ગોળી,પિતળનું બેડું, તાંબાનું બેડું તેમજ સ્ટોર રૂમમાં રાખેલા ચાંદીના 20 સિક્કા આશરે 56,000 રૂપિયાની કિંમતના અને ચાંદીની લગડી સહિત કુલ 67,300 રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી આ મામલે અરુણાબેને મહેસાણા ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો નોંધી તસ્કરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી.


