પાટણ કોર્ટે સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને ₹55,000નો દંડ ફટકાર્યો…

February 14, 2026

ગરવી તાકાત પાટણ : પાટણની સ્પેશ્યલ પોક્સો કોર્ટે સગીરાનું અપહરણ અને દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો કોર્ટે આરોપી રાહુલ ગણપતભાઈ પ્રજાપતિ (ઉ.વ. 24) ને 20 વર્ષની સખ્ત કેદ અને ₹55,000 નો દંડ ફટકાર્યો દંડ ન ભરે તો વધુ ત્રણથી એક માસની કેદની સજા ભોગવવી પડશે. જજ બી.કે. બારોટે આરોપીને બીએનએસ કલમ 137(2) તથા 87 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને ₹5,000 નો દંડ, તેમજ પોક્સો એક્ટની કલમ 5(એલ) અને 6 હેઠળ 20 વર્ષની સખ્ત કેદ અને ₹50,000 નો દંડ ફટકાર્યો.

Patan's special POCSO court sentenced the accused to 20 years of rigorous  imprisonment after finding him guilty under the POCSO Act for abducting a  minor.

આ કેસમાં સરકારી વકીલ જનકભાઈ ડી. ઠક્કરે રજૂઆત કરી હતી. કોર્ટે દુષ્કર્મ પીડિતાને ₹1 લાખનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળને ભલામણ પણ કરી આ કેસની વિગત એવી કે, પાટણમાં રહેતી એક સગીરા 8 નવેમ્બર, 2024 ના રોજ ગુમ થઈ ગઈ તેના પિતાએ આ અંગે ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી તપાસ દરમિયાન ભોગ બનનાર સગીરા અને આરોપી મળી આવ્યા તેમના નિવેદનોના આધારે કેસમાં પોક્સો એક્ટની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો.

આરોપી અને સગીરા પાટણથી ભાગીને અલગ-અલગ જગ્યાએ રોકાયા હતા અને દ્વારકા જઈને લગ્ન કર્યા હોવાનું સગીરાએ નિવેદનમાં જણાવ્યું સગીરાએ એમ પણ જણાવ્યું કે આરોપીએ તેની સંમતિથી સંબંધ બાંધ્યો જોકે, કોર્ટે નોંધ્યું હતું કે ભોગ બનનાર સગીર હોવાથી તેણે આપેલી સંમતિ કાયદેસરની સંમતિ ગણી શકાય નહીં. સગીર સાથે કરવામાં આવેલા લગ્ન પણ કાયદેસરના ગણી શકાય નહીં. આથી, ફરિયાદ પક્ષ પોતાનો કેસ શંકા રહિત પૂરવાર કરવામાં સફળ રહ્યો હોવાનું કોર્ટે જણાવી ઉપરોક્ત સજા ફટકારી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0