મહેસાણાના વધતા વ્યાપ અને ઊંચી ઇમારતોની સુરક્ષાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાને ‘ટર્ન ટેબલ લેડર’ ફાયર વ્હીકલ ફાળવ્યું…

February 10, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના વધતા વ્યાપ અને ઊંચી ઇમારતોની સુરક્ષાને ધ્યાને રાખી રાજ્ય સરકાર દ્વારા મહેસાણા મહાનગરપાલિકાને અત્યાધુનિક ‘ટર્ન ટેબલ લેડર’ ફાયર વ્હીકલ ફાળવવામાં આવ્યું આ નવા વાહનના આગમનથી શહેરમાં આગ લાગવાની દુર્ઘટનાઓ સમયે અને ખાસ કરીને હાઈરાઈઝ બિલ્ડિંગોમાં રેસ્ક્યુ કામગીરીમાં મોટો પરિવર્તન આવશે આ નવીન ટર્ન ટેબલ લેડર વાહનની વિશેષતાઓ વિશે વાત કરીએ તો.

તે ફાયર ફાઇટિંગ અને રેસ્ક્યુ એમ બંને કામગીરીમાં અત્યંત અસરકારક સાબિત થશે આ વાહન 2500 લીટર પાણીની સંગ્રહ ક્ષમતા ધરાવે તેની સૌથી મોટી ખાસિયત તેની હાઇડ્રોલિક લેડર સીડી જે 27 મીટરની ઊંચાઈ સુધી જઈ શકે  આ લેડર 360 ડિગ્રી પર ગમે તે દિશામાં ફરી શકવાની ક્ષમતા ધરાવે જેના કારણે સાંકડી ગલીઓ કે જટિલ સ્થળોએ પણ તે આસાનીથી ઓપરેટ કરી શકાશે.

Mahesana Municipality Gets Turn Table Ladder Fire Vehicle | Fire Safety  Boost

ઉંચી ઇમારતોમાં ફસાયેલા લોકોને બચાવવા માટે આ વાહનની લેડરના આગળના ભાગમાં એક ખાસ બકેટ ટોપલી લગાવવામાં આવી જે 300 કિલોગ્રામ સુધીનું વજન ઊંચકવાની ક્ષમતા ધરાવે આ સુવિધાને કારણે આગ જેવી કટોકટીની સ્થિતિમાં ઉપરના માળે ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી શકાશે. મહેસાણામાં વધી રહેલા હાઈરાઈઝ બિલ્ડિંગોના કલ્ચરને જોતા આ આધુનિક સંસાધન ફાયર વિભાગ માટે આશીર્વાદરૂપ સાબિત.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0