પૂર્વ પ્રોફેસરે અંબાજી મંદિરના વહીવટદારનું ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ…

February 10, 2026

ગરવી તાકાત અંબાજી : અંબાજી મંદિરના વહીવટદારની ઓફિસમાં સોમવારે બપોરે એક ગંભીર ઘટના બની હતી. અંબાજી કોલેજના પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રાએ વહીવટદારનું ગળું દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ વહીવટદારે મોદનાથ મિશ્રા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, પૂર્વ પ્રોફેસર મોદનાથ મિશ્રા સોમવારે બપોરે વહીવટદારને મળવા પહોંચ્યા હતા. મુલાકાત દરમિયાન, વહીવટદારે તેમને ચાલી રહેલા કોર્ટ કેસ સંબંધિત બાબતમાં.

મદદ કરવામાં અસમર્થતા દર્શાવતા, પ્રોફેસર ઉશ્કેરાઈ ગયા હતા. આ દરમિયાન, પ્રોફેસર મિશ્રાએ વહીવટદારનું ગળું દબાવ્યું અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી. વહીવટદારે બૂમાબૂમ કરતાં મંદિરનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તેમને પ્રોફેસરના કબજામાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ વહીવટદારને પ્રાથમિક સારવાર માટે.

સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંબાજી મંદિરના ઇતિહાસમાં આ પ્રકારની ઘટના પ્રથમવાર બની છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મોદનાથ મિશ્રાના ભૂતકાળની વાત કરીએ તો, વર્ષ 2010 થી 2012 દરમિયાન તેમના વિરુદ્ધ તત્કાલીન પ્રિન્સિપાલે ACBમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસ હાલમાં પણ કોર્ટમાં ચાલી રહ્યા છે.

Ambaji Temple Admin Thrashed; Modnath Mishra Police Complaint

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0