ગરવી તાકાત પાટણ : સિદ્ધપુર શહેરના શંકરપુરા વિસ્તારમાંથી 17 વર્ષીય મંદબુદ્ધિ સગીર ગુમ થયો તે ગત 5 ફેબ્રુઆરી, 2025ના રોજ સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ફર્યો નથી તેના મોટા ભાઈએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સગીરના ભાઈએ જણાવ્યું કે; ઉંમર 17 વર્ષ અને 5 માસ તે 5 ફેબ્રુઆરીના રોજ સાંજે લગભગ સાત વાગ્યે.

મહોલ્લામાં આવેલા જોગણી માતાના મંદિરે આરતીમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો રાત્રે સાડા આઠ વાગ્યા સુધી તે પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ શરૂ કરી સગીરના પિતાનું અગાઉ અવસાન થયું અને તેની સગી માતા તેને છોડીને જતી રહી આ કારણે તે તેના સાવકા ભાઈ સાથે રહેતો પરિવાર તેની ગેરહાજરીથી ચિંતિત.

ભાઈ અને ભાભીએ આસપાસના વિસ્તારમાં તેમજ સગાં-સંબંધીઓને ત્યાં તપાસ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો ન ચાર દિવસની સઘન શોધખોળ બાદ પણ સગીર ન મળતા, ભાઈએ સિદ્ધપુર પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે ગુમ થયાની નોંધ કરી અને વધુ તપાસ એ.એસ.આઈ. ભરતસિંહ સુરેન્દ્રસિંહને સોંપવામાં આવી.


