સ્ટેટ મોનિટરિંગ સેલે ખેડબ્રહ્મા નજીક મટોડા પાસેથી 2 ઈસમોને મોટા પ્રમાણમાં ગાંજા સાથે ઝડપી પાડ્યા…

February 10, 2026

ગરવી તાકાત ખેડબ્રહ્મા : સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા ખેડબ્રહ્મા નજીક મટોડા પાસેથી બે ઈસમોને મોટા પ્રમાણમાં ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યા પોલીસે ₹11,59,000 ની કિંમતનો ગાંજો અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલની કિંમત ₹17,44,500 આંકવામાં આવી અમદાવાદ સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી કે રાજસ્થાનના કેટલાક ઈસમો ખેડબ્રહ્મા તરફ ગાંજો લઈને આવી રહ્યા આ બાતમીના આધારે, SMCની ટીમે મટોડાથી ડોડીવાળા ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી.

રાજસ્થાનના મહેશ બાબુમહેતા ગમાર અને તેજ શંકર બાબુહીરા ગમાર ઇકો કાર નંબર GJ 16 AV 1317 માં કોટડા તરફથી આવી રહ્યા વોચ ગોઠવેલી જગ્યાએ કાર આવતા, ચાલકે પોલીસને જોઈને કાર રસ્તાની સાઈડમાં ઉતારી ભાગવાનો પ્રયાસ કર્યો પરંતુ પોલીસે બંનેને પકડી પાડ્યા કારની પાછળની સીટમાં તપાસ કરતા, પ્લાસ્ટિકની ચાર થેલીઓમાં વાનસ્પતિક પદાર્થ ભરેલો મળી આવ્યો થેલીઓ ખોલતા તેમાંથી ગાંજાની ગંધ આવતા, પૂછપરછમાં આરોપીઓએ તે ગાંજો હોવાનું કબૂલ્યું પોલીસે કુલ 23.180 કિલોગ્રામ ગાંજો જપ્ત જેની બજાર કિંમત ₹11,59,000.

₹11.59 Lakh Ganja Seized in Gujarat; Two Arrested

આરોપીઓએ જણાવ્યું કે તેમણે આ ગાંજો છ દિવસ પહેલા મામેર તાલુકાના મેગારામ બામણીયા પાસેથી 10 કિલો, કોટડા ચીખલીના વિજય પારગી પાસેથી 8 કિલો અને ઈશ્વરભાઈ પારગી પાસેથી 6 કિલો ખરીદ્યો હતો. પોલીસે વગર પાસ-પરમિટના માદક પદાર્થની હેરાફેરી બદલ બંને આરોપીઓ અને ગાંજો પૂરો પાડનાર ત્રણ ઈસમો સહિત કુલ પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગાંજા ઉપરાંત, પોલીસે ₹5,00,000 ની ઇકો કાર, ₹75,000 નું એક બાઈક અને ₹10,500 ના ત્રણ મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0