ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લા SOG પોલીસે ભિલોડા વિસ્તારમાંથી ડીઝલ ચોરી કરતા ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા પોલીસે બોલેરો ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ઇક્કો ગાડીમાં ભરેલું 158 લીટર ડીઝલ અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો SOG પોલીસ ઇન્સ્પેક્ટર એચ.પી. ગરાસિયાના માર્ગદર્શન હેઠળ, પો.સબ.ઇન્સ એ.એચ. રાઠોડ અને સ્ટાફ ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા.

તે દરમિયાન ભિલોડાકંપા ગામની સીમમાં, મઉટાંડા જવાના ત્રણ રસ્તા પરથી આ કાર્યવાહી કરવામાં આવી આરોપીઓ બોલેરો ટેન્કર ગાડી નંબર GJ 08 AU 9565 માંથી ડીઝલ ચોરી કરીને ઇક્કો ગાડી નંબર GJ 09 BK 8597 માં અલગ અલગ પ્લાસ્ટિકના કેરબામાં ભરી રહ્યા પોલીસે કુલ 158 લીટર ડીઝલ, જેની બજાર કિંમત આશરે રૂ. 11,060/- થાય છે, તે જપ્ત કર્યું.

ઝડપાયેલા આરોપીઓમાં (1) હેતુદાન ઇશ્વરદાન ગઢવી (હાલ રહે. આર.એમ.પી.એલ. કન્સ્ટ્રક્શન કંપનીના પ્લાન્ટ મુડેટી, મૂળ રહે. લોરવાડા, તા. ડીસા, જી. બનાસકાંઠા), (2) જીગરકુમાર ભીખાભાઇ પરમાર (રહે. વસાઇ, તા. ઇડર, જી. સાબરકાંઠા) અને (3) દિપકભાઇ કાંતીભાઇ ચેનવા (રહે. લક્ષ્મણપુર ગામડી, તા. ઇડર, જી. સાબરકાંઠા) નો સમાવેશ થાય પોલીસે ત્રણેય વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


