ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ અને એન.એફ. સ્કોડની ટીમે પેટ્રોલિંગ દરમિયાન એક રીઢા તસ્કરને ચોરીના ટુ-વ્હીલર સાથે ઝડપી પાડી બાઈક ચોરીના કુલ ચાર વણઉકેલાયેલા ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી પકડાયેલ આરોપી અગાઉ પણ 13 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું મળતી માહિતી પ્રમાણે બી-ડિવિઝન પી.આઈ. એન.એસ. ઘેટીયાને ખાનગી બાતમી મળી.
![]()
કે, એક શખ્સ લાલ રંગનું જેકેટ પહેરીને ચોરીના બાઈક સાથે મગપુરા ઉપલા રોડ પર ડફેર ડંગા પાસે ઉભો આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કોર્ડન કરી મંગાજી હીરાજી ઠાકોર રહે. આંબલીયાસણ, મૂળ રાપર-કચ્છ નામના 28 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી તપાસ કરતા તેની પાસે રહેલું ગ્લેમર મોટરસાયકલ મહેસાણા શહેર એ-ડિવિઝનમાંથી ચોરાયું હોવાનું ખુલ્યું પોલીસની પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી કે,

તેણે છેલ્લા કેટલાક મહિનાઓમાં મહેસાણાના અલગ-અલગ વિસ્તારોમાંથી વધુ ત્રણ બાઈકની ચોરી કરી જેમાં વાઈડ એંગલ થિયેટર પાસેથી ચોરાયેલું સ્પેલન્ડર પ્લસ, ગોપીનાળા પાસેથી ચોરાયેલું પેશન પ્રો અને રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી ચોરેલા બાઈકનો સમાવેશ થાય આ ઉપરાંત આરોપી બી-ડિવિઝન પોલીસ મથકના એક અન્ય ગુનામાં પણ નાસતો ફરતો બાઈક ચોરીની ખાસ મોડસ ઓપરેન્ડી ધરાવતા આ રીઢા ગુનેગારની ધરપકડથી શહેરમાં વાહન ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા સેવાઈ રહી પોલીસે આરોપીને અટક કરી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી.


