ગરવી તાકાત સિદ્ધપુર : સિદ્ધપુરમાં એક 30 વર્ષીય બ્યુટી પાર્લર સંચાલિકા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો આ મામલે ભોગ બનનાર મહિલાએ બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી ફરિયાદ મુજબ, મુખ્ય આરોપીએ લિફ્ટ આપવાના બહાને મહિલા સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા ફરિયાદ અનુસાર, મુખ્ય આરોપી પ્રકાશજી ચમનજી રાજપૂત તેની દીકરીને બ્યુટી પાર્લરમાંથી લેવા ગયો.
![]()
તે સમયે તેણે ફરિયાદીને તેના ઘરે મૂકી જવાનું કહી પોતાની કારમાં બેસાડી દીકરીને ઘરે ઉતાર્યા બાદ, આરોપી મહિલાને કારમાં ગાગલાસણ રોડ પર એક ખેતરમાં લઈ ગયો અને ત્યાં તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું આરોપીએ આ ઘટના અંગે કોઈને જાણ કરશે તો ફરિયાદી અને તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી આ ધમકીના કારણે આરોપીએ અવારનવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું.
![]()
ગત 25 જાન્યુઆરી, 2026ના રોજ આરોપી પ્રકાશજી પોતાની સાથે અન્ય એક શખ્સ જીજ્ઞેશ એન રાવલને પણ લાવ્યો અને ફરીથી મહિલાની મરજી વિરુદ્ધ ગુનો આચર્યો આ ગુનામાં બીજા આરોપીએ મદદગારી કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાએ સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ કેસની તપાસ PSI પી.એન. પટેલ કરી રહ્યા.


