થરાદના લોરવાડા ગામના ખેડૂતોએ પાક ધોવાણ અને જમીન ધોવાણ સહાયના ફોર્મ ભરવામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને લેખિત રજૂઆત

February 3, 2026

ગરવી તાકાત થરાદ : થરાદ તાલુકાના લોરવાડા ગામના ખેડૂતોએ પાક ધોવાણ અને જમીન ધોવાણ સહાયના ફોર્મ ભરવામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી ખેડૂતોનો દાવો કે ભારે વરસાદને કારણે થયેલા નુકસાન છતાં, ગામના ૭૫ ટકા ખેડૂતો હજુ પણ સહાયથી વંચિત ખેડૂતોએ કલેક્ટરને આપેલી રજૂઆતમાં જણાવ્યું કે, ગ્રામ પંચાયતના VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર) દ્વારા તેમના મળતિયા ખેડૂતોના જ ફોર્મ ભરવામાં આવ્યા.

અન્ય ખેડૂતોને આ અંગે કોઈ જાણ કરવામાં આવી ન આ ઉપરાંત, VCE દ્વારા પૈસા લઈને અમુક મળતિયાઓના ફોર્મ ભરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા ખેડૂતોના મતે, લોરવાડા ગામમાં અમુક ખેડૂતોને પાક નિષ્ફળ અને જમીન ધોવાણના પૈસા મળી ગયા જે કુલ ખેડૂતોના ૨૫ ટકા જેટલા જ્યારે ૭૫ ટકા ખેડૂતોને હજુ સુધી આ લાભ મળ્યો નથી લોરવાડાના ખેડૂતોએ કલેક્ટરને વિનંતી કરી.

કે બાકી રહી ગયેલા તમામ ખેડૂતોને જમીન ધોવાણની સહાય મળે અને તેમને થયેલા નુકસાનનું વળતર ચૂકવી ન્યાય અપાવવામાં આવે તેમણે VCE સામે યોગ્ય કાર્યવાહી કરવાની પણ માંગ કરી લોરવાડા ગામના સરપંચ પટેલ માદેવાભાઈએ પણ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તેમણે જણાવ્યું કે, ગામમાં જમીન ધોવાણ અને પાક નિષ્ફળ જવાના ફોર્મ ભરવાનું કામ VCE દ્વારા કરવાનું પરંતુ મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં કોઈના પણ ફોર્મ ભરવામાં આવ્યા નથી સરપંચે પણ બાકી રહી ગયેલા ખેડૂતોને લાભ મળે તેવી વિનંતી કરી.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0