ગરવી તાકાત બનાસકાંઠા : પાલનપુર તાલુકા પોલીસે બનાસકાંઠા નેત્રમ શાખાની મદદથી રાત્રી ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ ઉકેલ્યો પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી કુલ 99,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના બાદ, પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉ. જે.જે. ગામીત અને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરવામાં આવી આશરે વીસ દિવસ પહેલા પાલનપુર તાલુકાના મેરવાડા ગામમાં એક રહેણાંક છાપરામાંથી રાત્રીના સમયે સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ.

આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પાલનપુર તાલુકા પોલીસના સર્વેલન્સ સ્ટાફે કાર્યવાહી હાથ ધરી પોલીસે 100થી વધુ સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા અને નેત્રમ શાખાના કેમેરાની મદદ લીધી ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે આરોપીઓની ઓળખ કરવામાં આવી આરોપીઓ ચિત્રાસણી તરફ આવવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી.

ચિત્રાસણી પાસેથી આરોપીઓ કાસી સીતારામ આહીર (ઉં.વ. 35, રહે. સીતારામપુરા, તા. ઈસરદા, જિ. સવાઈમાધોપુર, રાજસ્થાન, હાલ રહે. ઈન્દિરાનગર કોલોની, હિગોનિયા, જયપુર) અને રાજેશ મોહનનાથ મોઢુનાથ જોગી (ઉં.વ. 29, રહે. નિવાઈ, તા. નિવાઈ, જિ. ટાંક, રાજસ્થાન, હાલ રહે. જગતપુર કોલોની, કચ્ચી બસ્તી, જયપુર) ને ઝડપી પાડ્યા તેમની પાસેથી 82,000 રૂપિયા રોકડા અને 17,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ 99,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો પોલીસે બંને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


