ગરવી તાકાત પાટણ : સમી તાલુકાના ભદ્રાડા ગામે આવેલી ભદ્રાડા સેવા સહકારી મંડળીના તત્કાલિન પ્રમુખ, મંત્રી અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના તે સમયના મેનેજર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો આક્ષેપ મુજબ, 15 વર્ષ પૂર્વે ખેડૂત સભાસદ રામાભાઈ પૂંજાભાઈ પરમાર અને તેમના માતાની જાણ બહાર રૂ. 2.90 લાખનું ધિરાણ મેળવવામાં આવ્યું પોલીસે ત્રણેય સામે આઈપીસી કલમ 406, 420, 114 હેઠળ ગુનો નોંધ્યો ફરિયાદ મુજબ, 1 જૂન 2012 થી 30 જૂન 2012 દરમિયાન રામાભાઈ અને તેમના માતા અજીબેનની સીમ જમીનના પુરાવા મેળવીને તેમના નામે અનુક્રમે રૂ. 1,50,000 અને રૂ. 1,40,000નું ધિરાણ લેવામાં આવ્યું આ ધિરાણ રામાભાઈ અને તેમના માતાની સંપૂર્ણ જાણ બહાર મેળવવામાં આવ્યું.
રામાભાઈ, જેઓ મંડળીના સભાસદ અને તેમનું ખાતું મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની સમી શાખામાં 2012માં ખોલાવેલું તેઓ 2024માં તેમની મિલકતના ઉતારા મેળવવા સમી મામલતદાર કચેરી ગયા ત્યાં તેમને જાણ થઈ કે તેમની જમીન પર 20 જૂન 2012ના રોજ ભદ્રાડા સેવા સહકારી મંડળીમાંથી રૂ. 50,000નું ધિરાણ મેળવવામાં આવ્યું હોવાની નોંધ સાથે બોજો દાખલ થયેલો આ જાણ થતાં, રામાભાઈએ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની કચેરીમાં અરજી કરીને ધિરાણની વિગતો માંગી 9 જુલાઈ 2025ના રોજ બેંકે તેમને ધિરાણની વિગતો આપતાં, તેમને અને તેમના માતાના નામે કુલ રૂ. 2.90 લાખનું ધિરાણ લેવાયું હોવાની પુષ્ટિ થઈ.
રામાભાઈએ આ બાબતે મંડળીના પ્રમુખ અને મંત્રીને પૂછતાં, તેઓએ ધિરાણના પૈસા ભરી બોજો હટાવી દેવાની ખાતરી આપી અને કોઈ કાર્યવાહી ન કરવા જણાવ્યું જોકે, તેઓએ જમીન પરનો બોજો હટાવ્યો ન આથી, રામાભાઈએ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને 20 જાન્યુઆરી 2026ના રોજ અરજી કરી જેના આધારે સમી પોલીસે રામાભાઈનું નિવેદન લઈને FIR નોંધી રામાભાઈએ આક્ષેપ કર્યો કે 2014 સુધી જુદી જુદી રકમ ઉપાડીને રૂ. 2.90 લાખનું ધિરાણ મેળવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી.


