ગરવી તાકાત બનાસકાંઠા : અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન તરફથી આવતી એક ખાનગી બસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપાયો પોલીસે બસમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી આ દારૂ જપ્ત કર્યો આ મામલે બસના ચાલક અને ક્લીનરની અટકાયત કરવામાં આવી અમીરગઢ ખાતે આવેલી ગુજરાત-રાજસ્થાન સરહદી પોલીસ ચેકપોસ્ટ પર ફરજ પરના પોલીસકર્મીઓ નિયમિત ચેકિંગ કરી રહ્યા તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી એક ખાનગી ટ્રાવેલ્સ બસને રોકાવી તપાસ કરવામાં આવી.

બસમાં મુસાફરો ભરેલા હોવાથી પોલીસે ચાલક અને કંડક્ટરને સાથે રાખી બસની ડીકી ખોલી તપાસ કરી તપાસ દરમિયાન, મુસાફરોના સામાન સાથે ડ્રાઈવરની સાઈડમાં એક ગુપ્ત ખાનું બનાવેલું હોવાનું જણાયું આ ગુપ્ત ખાનાની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બસ અને તેમાં સવાર ચાલક-કંડક્ટરને હિરાસતમાં લીધા પોલીસે કુલ 42 પેટી વિદેશી દારૂની બોટલ નંગ 1344 જપ્ત કરી,
![]()
જેની કિંમત રૂપિયા 3,65,841 આંકવામાં આવી ટ્રાવેલ્સ બસ સહિત કુલ રૂપિયા 18,85,842 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ મામલે બસના ચાલક રાકેશ મોહનલાલ શર્મા (રહે. બાલાસર, તા. શેરગઢ, જી. જોધપુર) અને કંડક્ટર ભવાનીસિંહ ઉર્ફે મોલસિંહ નારાયણસિંહ રાજપૂત (રહે. ધીરપુરા, તા. સેખાલા, જી. જોધપુર) ને પકડવામાં આવ્યા આ ઉપરાંત, કિશનસિંહ દીપસિંહ રાજપૂત વિરુદ્ધ પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.


