ગરવી તાકાત પાટણ : પાટણ તાલુકાના ચદ્રુમણા ગામે અનુસૂચિત જાતિના વરઘોડામાં ડીજે વગાડવા મુદ્દે બે જૂથ વચ્ચે ઘર્ષણ થયું પોલીસે આ મામલે 8 શખ્સો સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી 3 આરોપીઓની ધરપકડ કરી આ ઘટના 1 ફેબ્રુઆરી, 2026 ના રોજ બની ગણપતભાઈ કલાભાઈ ચાવડાના પુત્રના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો વરઘોડા બાદ ગામના જોગણી માતાના ચોકમાં રાસ-ગરબાનું આયોજન કરાયું જે આરોપી બકુજી જીવણજી ઠાકોરના ઘર નજીક પોલીસ તપાસ મુજબ, ઠાકોર સમાજમાં શોકનો લોકાચાર ચાલતો હોવાથી આરોપીઓએ ફરિયાદી પક્ષને ડીજે બંધ કરવા જણાવ્યું.
![]()
આ મુદ્દે બંને પરિવારો સામસામે આવી જતાં ઝઘડો થયો અને ગામમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો ઘટનાની જાણ થતાં જ ફરિયાદીએ 112 નંબર પર પોલીસને જાણ કરી તાત્કાલિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને મામલો થાળે પાડ્યો. પોલીસે કુલ 8 આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), જી.પી. એક્ટ અને એટ્રોસિટી એક્ટની વિવિધ કલમો હેઠળ FIR દાખલ કરી પોલીસે અત્યાર સુધીમાં બકુજી ઠાકોર, જીવનજી ઠાકોર અને એક સગીર સહિત 3 આરોપીઓની અટકાયત કરી ફરાર અન્ય 5 આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.
![]()
ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. ડીવાયએસપી પરેશ રેણુકાના જણાવ્યા અનુસાર, આ વિવાદ પાછળ કોઈ તાત્કાલિક જાતિવાદી કારણ નથી. ફરિયાદી અને આરોપીઓ વચ્ચે લાંબા સમયથી જમીન બાબતે જૂની અદાવત ચાલી રહી છે. અગાઉ 2022 માં પણ આ જ પક્ષકારો વચ્ચે જમીન બાબતે માથાકૂટ થતા એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. પ્રાથમિક તપાસમાં જૂની અદાવત મુખ્ય કારણ હોવાનું જણાય આરોપી જીવનજી ઠાકોર ,બકુજી ઠાકોર અને એક સગીર ધરપકડ કરવામાં આવી.


