ગરવી તાકાત હિંમતનગર : ગાંભોઈ પોલીસ સજાપુર નજીક બાળમણીયા ડુંગરવાળી સીમમાં અવાવરું જગ્યાએ દારૂનું કટિંગ વખતે ત્રાટકી પોલીસે 3.88 લાખનો દારૂ ઝડપી ગાડી સહિત કુલ 9,68,720નો મુદ્દામાલ જપ્ત કર્યો ગાંભોઈ પીઆઇ એસ. જે. ગોસ્વામી અને તેમની ટીમ આડા હાથરોલથી રાજેન્દ્રનગર તરફના રસ્તા પર નાકાબંધીમાં.

તે દરમિયાન ભિલોડા તરફથી આવતી એક શંકાસ્પદ ગાડીના ચાલકે પોલીસની નાકાબંધી તોડીને ભાગવાનો પ્રયાસ કર્યો પોલીસે ખાનગી વાહન દ્વારા ગાડીનો પીછો કર્યો બુટલેગર ગાડીને સજાપુર ગામ નજીક બાળમણીયા ડુંગરવાળી સીમમાં અવાવરું જગ્યાએ સંતાડી દારૂનું કટિંગ કરી રહ્યો.

પોલીસને જોઈ આરોપી પોતાની ગાડી મૂકીને ડુંગરાળ વિસ્તારમાં નાસી છૂટ્યો પોલીસે વિદેશી દારૂ/બિયર ટીન 1275 નંગ કિં. 3,88,720, ગાડી કિં. 5 લાખ, બાઇક અને એક્ટિવા કિં. 80હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો આ મામલે ગાંભોઈ પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને ફરાર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.


