મહેસાણામાં મુસાફરી દરમિયાન વૃદ્ધાના થેલામાંથી 2 લાખથી વધુના દાગીના અને રોકડની ચોરી…

January 24, 2026

ગરવી તાકાત મહેસાણા : મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલી ખોડિયાર નગર સોસાયટીમાં રહેતા એક પરિવારની વૃદ્ધા સાથે મુસાફરી દરમિયાન ચોરીની ઘટના બની વતન કંબોઈ ખાતે ધાર્મિક પ્રસંગમાં જવા નીકળેલા મધુબેન જોષીના થેલાને કોઈ અજાણ્યા શખ્સે કાપી તેમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ ભરેલું પાકીટ સેરવી લીધું આ મામલે તેમના પુત્ર અનંતકુમાર જોષીએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી.

Mahesana Elderly Womans Jewelry & Cash Stolen from Bag During Rickshaw  Travel

ઘટનાની વિગતો મુજબ, 29 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે મધુબેન પોતાના ઘરેથી કપડાં અને દાગીના ભરેલો થેલો લઈ વતનમાં જવા નીકળ્યા તેઓ મોઢેરા ચોકડીથી રિક્ષામાં બેસી રાધનપુર ચોકડી પહોંચ્યા અને ત્યાંથી ખાનગી વાહન દ્વારા ચાણસ્મા થઈ કંબોઈ ગયા વતનમાં ઘરે પહોંચીને તપાસ કરતા માલૂમ પડ્યું કે તેમના થેલા પર કાપો મારેલો અને અંદર રાખેલું કિંમતી પાકીટ ગાયબ.

રિક્ષા સવાર ચોર ટોળકીયે વૃદ્ધાના ૨.૪૫ લાખના દાગીના તફડાવ્યા | A rickshaw  pulling thief gang robbed an elderly woman of jewelery worth 2 45 lakhs -  Gujarat Samachar

પાકીટમાં આશરે દોઢ તોલા સોનાની બે બંગડીઓ અને એક કંઠી કિંમત 1,80,000, 200 ગ્રામ ચાંદીની સેરો કિંમત 40,000 તથા 1000 રૂપિયાની રોકડ રકમ આમ કુલ 2,21,000ની મત્તાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું પરિવારમાં પ્રસંગ હોવાથી અને પોલીસમાં રહેલા સંબંધીઓ દ્વારા તપાસ ચાલુ હોવાથી ફરિયાદ કરવામાં વિલંબ થયો અંતે કોઈ ભાળ ન મળતા અજાણ્યા ચોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસમાં ગુનો નોંધાવવામાં આવ્યો.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0