પાટણ પાલિકાના કર્મીઓ પર હુમલો કરનારા સામે પાસા ચાર શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ…

January 24, 2026

ગરવી તાકાત પાટણ : પાટણ શહેરમાં જાહેર માર્ગો પર રખડતા ઢોર છોડી દઈ જનતાને અડચણ ઊભી કરનાર અને નગરપાલિકાના કર્મચારીઓ પર હુમલો કરનાર ચાર શખ્સો વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી એલ.સી.બી. પાટણ દ્વારા આ શખ્સોના ગુનાહિત ઇતિહાસના આધારે દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમથી તેઓને રાજ્યની અલગ-અલગ મધ્યસ્થ જેલોમાં મોકલી દેવાયા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા પાટણ શહેર અને જિલ્લામાં રખડતા ઢોર મૂકી જાહેર વ્યવસ્થામાં વિક્ષેપ પાડનારા અને ફરજ બજાવતા નગરપાલિકાના રાજ્યસેવકો પર હુમલો કરનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ.

Patan: Four Held Under Pasa After Attacking Municipality Staff

આ સૂચનાના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર અને પી.સી.સી. સેલ પાટણ દ્વારા ચાર શખ્સોના ગુનાહિત ઇતિહાસની તપાસ કરી પાસા હેઠળની દરખાસ્ત તૈયાર કરવામાં આવી જિલ્લા મેજિસ્ટ્રેટે આ દરખાસ્ત ગ્રાહ્ય રાખી ચારેય ઈસમોને પાસા હેઠળ અટકાયત કરી જુદી જુદી જેલોમાં મોકલવાનો આદેશ કર્યો પાસા હેઠળ અટકાયત કરાયેલા શખ્સોમાં રોહિત માતમભાઈ ભરવાડ (રહે. રંગીલા હનુમાન પાછળ, પાટણ) નો સમાવેશ થાય છે, જેની વિરુદ્ધ પાટણ સીટી એ અને બી ડિવિઝનમાં હુમલા અને પાલિકાના કાયદા ભંગના ગુના નોંધાયેલા તેને સુરત મધ્યસ્થ જેલ મોકલાયો.

Patan: Four Held Under Pasa After Attacking Municipality Staff

બીજા અટકાયતી બચુ જામાભાઈ ભરવાડ (રહે. કનસડા દરવાજા, પાટણ) વિરુદ્ધ પાંચ જેટલા ગુના નોંધાયેલા હોવાથી તેને અમરેલી મધ્યસ્થ જેલ હવાલે કરાયો ત્રીજા શખ્સ યશ ઉર્ફે સંજય ઈશ્વરભાઈ દેસાઈ (રહે. શાહવાડો, પાટણ) ને દાહોદ મધ્યસ્થ જેલ અને ચોથા શખ્સ મહેશ ઉર્ફે મશો ભલાભાઈ ભરવાડ (રહે. ધાંધલની શેરી, પાટણ) ને વલસાડ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા આ સમગ્ર કામગીરી એલ.સી.બી. પી.આઈ. એચ.ડી. મકવાણા અને તેમની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.

Patan: Four Held Under Pasa After Attacking Municipality Staff

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0