સાબરકાંઠા LCBએ હિંમતનગરના ગામડી હાઈવે પરથી બાઈક ચોરી કરતી ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા…

January 23, 2026

ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા LCBએ હિંમતનગરના ગામડી હાઈવે પરથી બાઈક ચોરી કરતી ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા તેમની પાસેથી ₹6.60 લાખની કિંમતના 10 ચોરાયેલા બાઈક કબજે કરવામાં આવ્યા પોલીસને બાતમી મળી કે રાજસ્થાનનો એક શખ્સ ઈડર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરેલું બાઈક લઈને અન્ય ચાર સાગરીતો સાથે હિંમતનગર તરફ વધુ ચોરી કરવા આવી રહ્યો આ બાતમીના આધારે LCB એ ગામડીની સીમમાં વોચ ગોઠવી પેટ્રોલિંગ દરમિયાન બે બાઈક પર આવી રહેલા પાંચ શખ્સોને રોકીને પૂછપરછ કરવામાં આવી તેઓ બાઈકના કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરી શક્યા ન કડક પૂછપરછમાં તેમણે ગુજરાત અને રાજસ્થાનમાંથી છેલ્લા એક વર્ષમાં 10 બાઈકની ચોરી કર્યાની કબૂલાત કરી.

Himmatnagar Bike Theft Gang Busted; 5 Held, 10 Bikes Seized

LCBએ 5 આરોપીઓને ઝડપી લીધા :- 1.રાકેશ ઉર્ફેે શાતીર ધનજી ઉર્ફેે ધનરાજ ખરાડી(મીણા) સૂત્રધાર (રહે.ચનાદિર ગોડ, ફલા જી.ઉદેપુર) 2.અનનલકુમાર પ્રભુલાલ મિંગળાજી કટારા(મીણા) (રહે.જાલર દેવી, નટારા ખડકી, તા.સરાડા જી.સલુમ્બર) 3.અજીત પ્રકાશજી ધુળાજી અહારી(મીણા) (રહે.બીલખ સોમાતિ ફલા તા.રૂષભદેવ, જી.સલુમ્બર) 4.ગણેશ બાબુલાલ છગનલાલ કટારા (મીણા) (રહે.નટારા ખેડકી તા.સરાડા જી.સલુમ્બર) 5.સુરેશકુમાર મિંગળાજી ભોગાજી ખરાડી (મીણા) (રહે.ચણાવદા ભેરૂફળા તા.ગીરવા જી.ઉદેપુર)

LCBએ પકડાયેલા આરોપીઓને સાથે રાખીને વિવિધ સ્થળોએથી ચોરાયેલા બાઈક કબજે કર્યા આ બાઈક ઈડર, હિંમતનગર એ-ડિવિઝન, ગોધરા, અરવલ્લીના ભિલોડા, દહેગામના ડભોડા, અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાંથી અને ઉદયપુર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ચોરાયા જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી LCBના PI ડી.સી. સાકરીયા, PSI એસ.જે. ચાવડા, આર.જે. જાડેજા અને તેમની ટીમે આ કાર્યવાહી કરી વધુ તપાસ માટે પાંચેય આરોપીઓને ગાંભોઈ પોલીસને સોંપવામાં આવ્યા.

Himmatnagar Bike Theft Gang Busted; 5 Held, 10 Bikes Seized

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0