ડીસા નગરપાલિકાની વર્તમાન બોડીની શુક્રવારે યોજાયેલી છેલ્લી સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આવી જતાં ભારે હંગામો મચ્યો…

January 10, 2026

ગરવી તાકાત બનાસકાંઠા : ડીસા નગરપાલિકાની વર્તમાન બોડીની શુક્રવારે યોજાયેલી છેલ્લી સામાન્ય સભામાં સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આવી જતાં ભારે હંગામો મચ્યો પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કરના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં શહેરના વિકાસલક્ષી કામોને બહાલી આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ પરંતુ વિપક્ષી સભ્યો દ્વારા વિવિધ મુદ્દે ચર્ચાની માંગ કરાતા માહોલ તંગ બન્યો શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને તું-તું મેં-મેં થતાં સભામાં ભારે અવ્યવસ્થા સર્જાઈ,

જેને પગલે પ્રમુખે ઝડપથી એજન્ડા વાંચી સભા પૂર્ણ કરી દીધી શાસક પક્ષે શહેરના સર્વાંગી વિકાસ માટે અનેક મહત્વના પ્રોજેક્ટ્સની જાહેરાત કરી જેમાં સ્વચ્છતા અભિયાન દ્વારા શહેરની સુંદરતા વધારવા, લોકો માટે મનોરંજનના કેન્દ્ર તરીકે ભારત માતા પાર્કનું નિર્માણ,  રમતવીરો માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ડીસાવાસીઓ માટે નર્મદાના પીવાના પાણીની સુવિધા ટૂંક સમયમાં શરૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી.

બીજી તરફ, વિપક્ષે સત્તા પક્ષ પર વહીવટી પારદર્શિતાના અભાવ અને પ્રોક્સી વહીવટના ગંભીર આરોપો મૂક્યા વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો કે પ્રમુખના પતિ અને તેમના મળતીયાઓ દ્વારા પાલિકામાં ગેરરીતિઓ આચરવામાં આવે સભાને માત્ર એક-બે મિનિટમાં જ આટોપી લેવામાં આવે આ વિવાદો અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ડીસા પાલિકાની આ અંતિમ સામાન્ય સભા પૂર્ણ થઈ.

garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0