ગરવી તાકાત મહેસાણા : વિસનગર તાલુકાના સવાલા ગામે એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 50,500ની મત્તાની ચોરી કરી આ ઘટના અંગે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતા 69 વર્ષીય મહમંદઅમિન અહેમદમીયા ચૌહાણનું મૂળ સવાલા ગામે કમાણા રોડ ઉપર મકાન આવેલું તેઓ નિવૃત્ત વૃદ્ધ છે અને હાલ અમદાવાદ ખાતે રહે.

ગત 30 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રિના સમયે મહમંદઅમિનભાઈ અમદાવાદ ત્યારે તેમના બનેવીએ ફોન કરીને જાણ કરી કે સવાલા ગામના તેમના મકાનના દરવાજાનું તાળું તૂટેલું ફરિયાદીએ બીજા દિવસે સવારે સવાલા આવીને જોતા ઘરનો સામાન વેરવિખેર હતો અને ચોરી થઈ હોવાનું જણાયું તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું.
![]()
અને અંદરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો અજાણ્યા ચોર શખ્સોએ રૂમમાં રાખેલા લાકડાના કબાટમાંથી રૂ. 50,000ની રોકડ રકમ અને બીજા રૂમમાં રાખેલી રૂ. 500ની કિંમતની કાંડા ઘડિયાળ મળી કુલ રૂ. 50,500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા આ મામલે ફરિયાદીએ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.


