ગરવી તાકાત મહેસાણા : ઊંઝા-મક્તુપુર હાઇવે પર એક એક્ટિવા અને ઇનોવા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો આ અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું આ મામલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી પ્રાપ્ત માહિતી અનુસાર, ઊંઝાના રહેવાસી રાકેશભાઈ પ્રવીણચંદ્ર મોદી (ઉંમર 42).
![]()
ગઈકાલે સાંજે સિદ્ધપુર તરફથી ઊંઝા જઈ રહ્યા તેઓ મક્તુપુર ગામ પાસે સરદાર સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલી ઇનોવા ગાડીના ચાલકે તેમના એક્ટિવાને ટક્કર મારી ટક્કર એટલી જોરદાર કે રાકેશભાઈ એક્ટિવા સાથે રોડ પર ફંગોળાઈ ગયા.

તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું આ બનાવ અંગે ઊંઝા પોલીસે ઇનોવા ગાડીના ચાલક રમેશભાઈ લાલજીભાઈ દેસાઈ (ઉંમર 36, રહે. રામાપીરનો ટેકરો, કૃષ્ણનગર ચાલી, વાડજ) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી.


