ગરવી તાકાત મહેસાણા : કડી શહેરમાં ફરી એકવાર બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું કરણનગર રોડ પર રાજશ્રી આઈકોન સોસાયટીમાં એક પરિવારના બંધ મકાનમાંથી સોનાના દાગીનાની ચોરી થઈ પરિવાર અમદાવાદથી પરત ફરતા ચોરીનો ખુલાસો થયો પ્રાપ્ત વિગતો અનુસાર, કલ્પેશકુમાર રણછોડભાઈ પટેલ (ઉ.વ. 35) ગત 28 ડિસેમ્બર, 2025ના રોજ બપોરે તેમના પરિવાર સાથે.

અમદાવાદ ખાતે કાકાના ઘરે સામાજિક કામ અર્થે ગયા તેઓ 30 ડિસેમ્બર, 2025ના રોજ વહેલી સવારે 3 વાગ્યે ઘરે પરત ફર્યા ઘરે પહોંચતા કલ્પેશકુમારે જોયું કે મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો અંદર તપાસ કરતા બેડરૂમના કબાટનો સામાન વેરવિખેર પડ્યો.

કબાટમાંથી સોનાની બે વીંટીઓ ગાયબ ચોરી થયેલ મુદ્દામાલમાં 2.240 ગ્રામ અને 4.330 ગ્રામ વજનની બે સોનાની વીંટીઓનો સમાવેશ થાય જેની કુલ કિંમત આશરે ₹42,500 આ બનાવ અંગે કલ્પેશકુમાર પટેલે કડી પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી.


