ગરવી તાકાત રાધનપુર : રાધનપુર સીમમાં વિદેશી દારૂની હેરાફેરી કરતી એક આઇ-ટ્વેટી કારને પોલીસે ઝડપી પાડી ભીલોટ ત્રણ રસ્તા પાસે વોચ દરમિયાન ચાલક ગાડી મૂકી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો પોલીસે કારમાંથી 1104 બોટલ વિદેશી દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ 6.11 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો બોર્ડર રેન્જ ભુજની નાસતા ફરતા સ્કોડ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવા માટે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું.
આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કમલેશભાઈ અને તેમની ટીમને બાતમી મળી કે એક સફેદ રંગની આઇ-ટ્વેટી કાર (નંબર GJ-02-CG-7104) માં ગેરકાયદેસર વિદેશી દારૂ લઈ એક શખ્સ પસાર થવાનો આ બાતમીના આધારે ભીલોટ ત્રણ રસ્તાથી સુકીખેતીની ઓફિસ તરફ જતા કાચા નેળિયામાં પોલીસે વોચ ગોઠવી રાત્રિના આશરે 9:30 વાગ્યે બાતમીવાળી ગાડી આવતા તેને ઉભી રાખવા ઈશારો કરવામાં આવ્યો જોકે, ચાલકે ગાડી ઉભી રાખી ન અને થોડે દૂર જઈ અંધારાનો લાભ લઈ ગાડી મૂકીને નાસી છૂટ્યો.
પોલીસે પંચોની હાજરીમાં ગાડીની તલાશી લેતા તેમાંથી ખાખી રંગના 23 બોક્સ મળી આવ્યા આ બોક્સ ખોલતા રાજસ્થાન બનાવટની ‘વાઈટ લેક વોડકા’ની 180 મીલીની કુલ 1104 બોટલો મળી આવી જેની કિંમત 2,09,760 રૂપિયા થાય આ ઉપરાંત, પોલીસે 4,00,000 રૂપિયાની કિંમતની આઇ-ટ્વેટી કાર અને 2,000 રૂપિયાનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન પણ કબજે કર્યો આમ, કુલ 6,11,760 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો આ મામલે ફરાર વાહન ચાલક વિરુદ્ધ ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રવિણભાઈ મોરીએ હાથ ધરી.


