-> લોક દરબારમાં તાલુકા પોલીસ સ્ટેશન બનાવવા લોકોની માંગ ઉઠી :
ગરવી તાકાત મહેસાણા : કડી પોલીસ મથક ખાતે વાષિઁક ઈન્સ્પેકશન તથા લોક દરબાર યોજાયો. જીલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી ની અધ્યક્ષતામાં હાથ ધરવામાં આવ્યું હતું.આ ઈન્સ્પેકશન દરમિયાન પોલીસ દરબાર યોજાયો હતો. તેમજ કડી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી કડી પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. કડી પોલીસ સ્ટેશનના પી. આઇ એ. એન.સોલંકી દ્ધારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યુ હતુ.ત્યાર બાદ આ લોકદરબારમાં શહેર ના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કડી ટાઉન વિસ્તારમાં રોડ રસ્તા પરના ટ્રાફિક અને ચોરી જેવી ઘટનાઓ અંગે રજૂઆત કરવામા આવી હતી. કડી પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમજ ડીટેક્શન આરોપીઓ પકડવાની કામગીરી અટકાયતી પગલા પ્રોહીબિશન અને જુગાર ટ્રાફિક લગત કામગીરી સમીક્ષા જિલ્લા વડા દ્વારા કરવામાં આવી હતી.

તેમજ જિલ્લા વડા હિમાંશુ સોલંકી દ્વારા કડી પોલીસ સ્ટેશન ના પી. આઇ એ. એન.સોલંકી ની કામગીરી બિરદાવી હતી અને પરિણામ લક્ષી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પર આપવામાં આવ્યું હતું. કડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અંતર્ગત પોલીસ વડા દ્વારા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર પણ યોજાયો હતો. જેમાં લોકો સાથે સંવાદ કર્યા હતા. અહીં લોકોને સાહેબ ટ્રાફિક અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. તેમજ લોકોને નીડર બની તેમની ફરિયાદ નોંધાવા તેમજ લોકોની આજુબાજુમાં બનતી કોઈપણ અસામાજિક પ્રવૃત્તિ અંગે પોલીસમાં જાણ કરવા પણ સમજણ આપવામાં આવી હતી. કડી ખાતે લોક દરબાર યોજાયો હતો જેમાં કડી ના નાગરિકો તથા આગેવાનો હાજર રહ્યા હતા . જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી, ડી.વાય.એસ. પી. ડૉ. હાર્દીક પ્રજાપતી, કડી પોલીસ સ્ટેશન ના પી. આઇ. તથા પી. એસ. આઇ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા.

-> ગૃહ વિભાગ ની મંજૂરી બાદ કડી તાલુકા પોલીસ સ્ટેશન બનશે? :- કડી શહેર એ દિવસે ને દિવસે વિકાસ ની દ્રષ્ટિ ખુબજ આગળ વધી રહ્યો છે ત્યારે કડી શહેર તથા તાલુકામાં પણ મોટા પ્રમાણમાં હવે ઉદ્યોગો વધી રહ્યા છે સાથે સાથે શહેર માં વસ્તી વધારો જોવા મળી રહ્યો છે જેના અનુસંધાને કડી માં તાલુકા પોલીસ સ્ટેશન બને તે માટે સૌ લોકો ની માંગ ઉઠી હતી. જેને અનુસંધાને જીલ્લા પોલીસ વડા દ્ધારા જણાવ્યું હતું કે કડી પોલીસ અને જીલ્લા પોલીસ કચેરી ખાતેથી કડી તાલુકા પોલીસ સ્ટેશન બનાવવા માટે ની સંપૂર્ણ કામગીરી પુર્ણ કરી દેવામાં આવી છે. પરંતુ ગૃહ વિભાગ ની મંજૂરી મળી જશે તો અહીંયા કડી તાલુકા પોલીસ સ્ટેશન બનાવવા માં આવશે અને આ પોલીસ સ્ટેશન થી પોલીસ ની વધુ ઝડપથી મદદ સૌ નાગરિકો ને મળી રહેશે અને શહેર અને તાલુકા માં કાયદો વ્યવસ્થા જળવાઈ રહેશે.

-> જીલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી એ કડી પી. આઇ એ.એન. સોલંકી ની કામગીરી ના વખાણ કર્યા :- કડી શહેર તથા તાલુકા માં અસમાજિક તત્વો તથા અસમાજિક પ્રવૃતિઓ માટે હંમેશા કડી પોલીસ આવા અસમાજિક તત્વો ઉપર કડક કાર્યવાહી કરતી જોવા મળતી હોય છે અને શહેર માં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત કડી પોલીસ દ્ધારા પેટ્રોલિંગ પણ કરવામાં આવતું હોય છે. કડી ખાતે જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ના અધ્યક્ષસ્થાને વાર્ષિક ઇન્સ્પેકશન તથા લોક દરબાર યોજાયો હતો જેમાં કડી પોલીસ સ્ટેશન ના પી. આઇ એ.એન. સોલંકી તથા કડી પોલીસ સ્ટેશન ની કામગીરી ને બિરદાવી હતી. કડી માં ક્રાઈમ રેડ ઘટ્યો તથા કડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા માટે આવતા નાગરિકો પણ સીધો સંવાદ પી. આઇ સમક્ષ રજૂ કરી શકે છે અને તે નાગરિક ની ફરિયાદનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવવામાં કડી પોલીસ સ્ટેશન ના પી. આઇ.એ.એન સોલંકી કામગીરી માં મહત્વ ની ભૂમિકા રહી છે જેને લઈને જીલ્લા પોલીસ વડા દ્ધારા કડી પોલીસ સ્ટેશન ના પી. આઇ. એ. એન સોલંકી ની કામગીરી ને બિરદાવી હતી.

-> કડી માં વાહન ચાલકો સામે સીઝરો જે હપ્તા નહીં ભર્યા ના બહાને લોકો ને ડરાવી ધમકાવી રહ્યા છે તે ચેતી જજો નહીં તો થશે કાર્યવાહી :- કડી માં વાહન ચાલકો સામે સીઝરો ની અનેક ફરિયાદો ઉઠી છે ત્યારે ફરીથી આજે લોક દરબાર માં આ સીઝરો નો મુદો ઉઠ્યો હતો. કડી શહેર ના અનેક વિસ્તારોમાં બેફામ રીતે સીઝરો વાહન ચાલકો સામે દાદાગીરી અને ધમકાવી ને રૂપિયા પડાવી લેવાની ફરિયાદો ઉઠી હતી. વાહન ચાલકો ને કોઈ કારણસર પોતાનો વાહન નો હપ્તો ના ભરી શક્યા હોય તો આવા વાહનો જ્યારે રોડ ઉપર થી પસાર થતા હોય છે ત્યારે આ સીઝરો તેમના વાહન પાછળ પડતાં હોય છે અને તેમને ઉભા રાખી ને વાહન પડાવી લેવાનું કે પછી પૈસા ભરી દેવાની ધમકીઓ આપી ને ડરાવતા હોય છે જેની ફરિયાદ આજે લોક દરબાર ઉઠી હતી અને કડી માં બેફામ વધી રહેલા સીઝરો સામે કાર્યવાહી માટે લોકો ની માંગ ઉઠી હતી અને સીઝરો પણ ખોટી રીતે પૈસા પડાવી કે ધમકાવી ને પૈસા પડાવવામાં આવશે અને ફરિયાદી તરફથી પોલીસ ને જાણ કરવામાં આવશે તો સીઝરો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ વડા દ્ધારા જણાવ્યું હતું.



