-> અમુક ગામોમાં 15 થી 20 લાખ તો અમુક ગામોમાં બિલકુલ નહીં. વસ્તીના ધોરણે ગ્રાન્ટ નહીં ફાળવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી :
ગરવી તાકાત સુઈગામ : સરહદી સુઈગામ તાલુકામાં થોડા સમય પહેલા ATVT આયોજનમાં કેટલાક ગામોમાં વિકાસ કામોની ગ્રાન્ટમાં વધુ રકમ ફાળવવામાં આવી અને અમુક ગામોમાં નામ માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવતા સરપંચોમાં નારાજગી જોવા મળી હતી, જે અંગેનો અહેવાલ મીડિયામાં છપાતા આખરે સરપંચો ખુલીને બહાર આવ્યા હતા, અને ATVT તેમજ અન્ય આયોજનમાં સરપંચોના સૂચનો લેવામાં આવતા ન હોઈ તેમજ વસ્તીના ધોરણે કે ગ્રામ પંચાયતોની રજૂઆત મુજબ ગ્રાન્ટ ફાળવણી થતી ન હોઈ અન્યાય સામે સરપંચોએ અવાજ ઉઠાવી સુઈગામ તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરતાં સુઈગામ તાલુકામાં કોના ઈશારે સરકારી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે વિષયને લઈ ચર્ચા જાગી છે, વાવ તાલુકામાંથી વિભાજિત સુઈગામ તાલુકાના 42 ગામોમાં 36 ગ્રામ પંચાયતો અસ્તિત્વ ધરાવે છે, જેમાં 5 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોમાં જરૂરિયાત મુજબ વધુ ગ્રાન્ટ ફાળવવામાં આવે,
અને ઓછી વસ્તી ધરાવતા ઓછી ગ્રાન્ટ ફાળવાય તો જ સમરૂપતા જળવાય, પણ અહીં છેલ્લા કેટલાય સમયથી આયોજનની ગ્રાન્ટ હોય, નાણાં પંચ ની ગ્રાન્ટ હોય કે ATVT સહિત અન્ય ગ્રાન્ટ હોય, જે તે ગ્રામપંચાયતોમાં વસ્તીના ધોરણે ફાળવવાના બદલે વહાલા દવલાની નીતિ અપનાવવામાં આવી રહી છે, જેને લઈ બળિયાના બે ભાગ એવી રીતે આયોજનમાં બેસતા આગેવાનો તેમજ અધિકારીઓ દ્વારા ગ્રાન્ટ ફાળવણીમાં કેટલીક ગ્રામ પંચાયતોમાં અન્યાય કરવામાં આવતો હતો, જોકે આ અંગે સરપંચોમાં વિરોધનો સૂર ઉઠવા પામતા ગ્રાન્ટ ફાળવણીમાં અન્યાય મુદ્દે છપાયેલા અહેવાલ બાદ સરપંચો ખૂલીને બહાર આવ્યા હતા, અને શુક્રવારે તાલુકાના સરપંચ એસોસિએશન દ્વારા તાલુકા વિકાસ અધિકારી વંદનાબેન દેસાઈ અને સુઈગામ પ્રાંત કલેક્ટરના શિરસ્તેદાર પ્રવિણભાઈ સુથારને આવેદનપત્ર આપી ગ્રામ પંચાયતોમાં વસ્તી આધારિત સમાનતા ના ધોરણે વિકાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી હતી, આવેદનપત્રમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે જે આયોજન બેઠું અને ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટ ફાળવણી કરાઇ છે,
એમાં સરપંચોના સૂચન લેવાયા નથી, તો સવાલ એ થાય છે કે જે તે ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટ ફાળવણી થઈ એ કોના સૂચનોથી થઈ? કોણ દરેક ગામોમાં વિકાસ કામો માટે ગ્રાન્ટ ફાળવે છે?? સરપંચોના સૂચનોને બદલે કોના સૂચનો લેવાય છે? શું કોઈ અધિકારીઓ સૂચનોમાં ફેરફાર કરે છે? કે પછી કોઈ અન્ય વ્યક્તિઓ? તાલુકામાં ગ્રામ પંચાયતોની જરૂરિયાત મુજબ વિકાસ કામોની સૂચિ મંગાવવામાં આવે છે,એ કોણ આપે છે? સરપંચોએ લેખિત આવેદનપત્ર આપ્યું એમાં સ્પષ્ટતા કરી છે કે અમુક કામો માટે સરપંચના સૂચનો પણ લેવામાં આવ્યા નથી, અમુક ગામોમાં 15 થી 20 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, તો અમુક ગામોમાં એક પણ રૂપિયો ગ્રાન્ટ નહીં ફાળવી અન્યાય કરવામાં આવ્યો છે, આગામી કોઇપણ આયોજનમાં સરપંચોના સૂચન લેવામાં આવે અને દરેક ગામોમાં ન્યાય મળે તે રીતે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી રજૂઆત છે, અને જો ગ્રાન્ટ ફાળવણીમાં ગ્રામ પંચાયતોમાં અન્યાય થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે,
-> સરપંચોના સૂચન વગર ગ્રામ પંચાયતોમાં કામની ફાળવણી કોના ઈશારે?? :- સુઈગામ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી સરપંચોએ સ્પષ્ટતા કરી કે અમુક કામો માટે સરપંચોએ કોઈ સૂચન કરેલ નથી, તો એ કામો માટે ની ગ્રાન્ટ કોની સૂચનાથી મંજૂર કરવામાં આવ્યા? તાલુકામાં વહીવટ કોણ કરે છે? કોના ઈશારે અમુક ગામોમાં ગ્રાન્ટ ની લહાણી કરાય છે, તો અમુક ગામોમાં ગ્રાન્ટ નહીં ફાળવી વિકાસ રૂંધવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, સરપંચોના આવેદનપત્ર બાદ આ બાબતે ફેર વિચારણા થશે કે પછી કોઈના ઈશારે આખો મુદ્દો દબાઈ જશે??..


