ગરવી તાકાત સાબરકાંઠા : સાબરકાંઠા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) એ ‘ઓપરેશન કારાવાસ’ અંતર્ગત ખૂનના ગુનામાં સાત વર્ષથી ફરાર કેદીને મહારાષ્ટ્રના પુણેથી ઝડપી પાડ્યો આ કેદી પેરોલ રજા પર છૂટ્યા બાદ જેલમાં પરત ફર્યો ન LCB ના PI ડી.સી. સાકરિયાએ આપેલી માહિતી મુજબ, નિરંજન પ્રવીણસિંહ રાજપૂત (રહે. જયઅંબે સોસાયટી, ખેડબ્રહ્મા) સાત વર્ષ અગાઉ ખૂનના ગુનામાં દોષિત ઠર્યો.

વર્ષ 2018માં તે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો પેરોલ રજા પર બહાર આવ્યા બાદ તે જેલમાં પરત ફર્યો નહોતો અને ત્યારથી નાસતો ફરતો સાબરકાંઠા LCB ને મળેલી બાતમીના આધારે નિરંજન રાજપૂતને મહારાષ્ટ્રના પુણે ખાતેથી ઝડપી લેવામાં આવ્યો પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે તે અલગ-અલગ રાજ્યોમાં કેટરિંગ અને અન્ય મજૂરી કામ કરતો.
![]()
પોલીસની પૂછપરછમાં તેણે 2019 થી 2025 દરમિયાન મહારાષ્ટ્રના ભાંડુપ અને અંબરનાથ કલ્યાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કરિયાણાની દુકાનોમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું આ ઉપરાંત, મુંબઈના લાલબાગ, શિવાજીપાર્ક, ડીબી માર્ગ, વીપી રોડ અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં પણ તેણે ચોરીઓ કરી હોવાનું અને તે ગુનાઓ સાબિત થયા હોવાનું બહાર આવ્યું.


